<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખુદ બિમાર..!! દાખલ બિમાર દર્દી વધુ બિમાર થાય તેવી દશા...

દાખલ દર્દીઓ ની સંખ્યા વધતા નિયમ કરતા દર્દીના સગા વધુ રહેતા હોવાથી તેમના દ્વારા ગેલેરી સહિત ગમે ત્યાં કચરો નંખાતા ગંદકી:નર્સીંગ સુપરવાઈઝરો સતત રાઉન્ડ મારી જરૂરી સૂચના આપે એ જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાની એક માત્ર વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ જાણે ખુદ પથારીવશ હોય એમ સ્વચ્છતા બાબતે કોઈ ખાસ તકેદારી લેવાતી નથી તેમ લાગી રહ્યું છે.
  રાજપીપળા સિવિલના દરેક વોર્ડ બહાર આવેલી લોબીમાં કચરો દેખાઈ છે ત્યારે જાણવા મળ્યા મુજબ સાફ સફાઈ તો થાય છે પરંતુ નિયમોનુસાર દાખલ દર્દી સાથે એકાદ સગા રહેવાના બદલે વધુ લોકો રહેતા હોવાથી અને દાખલ દર્દીઓ ની સંખ્યા પણ વધતા દર્દીઓ ના સગા દ્વારા ડસ્ટબિન હોવા છતાં કચરો લોબી સહિત ગમે ત્યાં નાખવામાં આવતો હોવાથી ગંદકી જોવા મળે છે જેના કારણે બિમાર દર્દીઓ વધુ બિમાર પડે તેવી સ્થિતિ ઊભી થાય છે. અત્યારે દાખલ દર્દીઓની સંખ્યા લગભગ 200 ની ઉપર હશે અને તેમની સાથે રહેતા સગા પણ નિયમ કરતા વઘુ રહેતા હોય તેમને નિયમનું પાલન કારવવા સિક્યુરિટી ગાર્ડ જરૂરી છે પરંતુ સિક્યુરિટી ની સંખ્યા પણ નહિવત છે અને નવા સિક્યુરિટી મૂકાતા નથી જેના કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે બીજી બાજુ ત્યાં હાજર નર્સિંગ સુપરવાઈઝરો એ સતત રાઉન્ડ મારવા જરૂરી હોય પરંતુ ચર્ચાતી વાત મુજબ તેઓ જરૂરી રાઉન્ડ નહિ મારી દર્દીઓ કે તેમના સગાઓ ને સૂચના નહિ આપતા હોવાથી હાલ લગભગ દરેક વોર્ડ માં લોબી સહિતની જગ્યાઓ પર કચરો નંખાયેલા જોવા મળે છે. માટે અધિકારીઓ સિક્યુરિટીમાં વધારો કરે અને નર્સિંગ સુપરવાઈઝરોને તેમની યોગ્ય ફરજ બજાવવા સૂચના આપે એ જરૂરી જણાય છે.


 

(12:43 AM IST)