<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

રાજપીપળા રાધાકૃષ્ણ મંદિરથી નિકનારી 32 મી રથયાત્રામાં MLA ડો.દર્શનાબેન દેશમુખ જોડાશે

રાજપીપળા ટાઉન પોલીસ સહિતની પોલીસ ટીમોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરમાં વાજતે વાજતે રથયાત્રા ફરશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ ની 32મી રથયાત્રા વાજતે ગાજતે નિકળશે, ગત વર્ષે રથયાત્રા કાઢતા પહેલાં રાધાકૃષ્ણ મંદિરમાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે તથા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એ પૂંજા કરી હતી. તેમ આ વર્ષે પણ પૂંજા કરશે તેમ જાણવા મળ્યું છે.
   રાધાકૃષ્ણ મંદિરથી બપોરે 3 વાગે નીકળનારી રથયાત્રામાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ સહિતના રાજકીય આગેવાનો તેમજ રથયાત્રા કમિટીનાં સભ્યોમાં કલ્પેશ ભાઈ પંડ્યા, નયનભાઈ પુરોહિત, કેતનભાઈ પાઠક, ભાઈલાલભાઈ પટેલ અને કૌશિક મહારાજ સાથે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ ભગવાનનો રથ દોરડા વડે ખેંચશે.
આ રથયાત્રા શહેર ના મુખ્ય માર્ગ પર ફરશે જેમાં દર વર્ષની જેમ લાલ ટાવર પાસે મુસ્લિમ બિરાદરો દ્વારા દરેક મહાનુભવો અને પોલીસ અધિકારીઓનું પુષ્પ ગુચ્છ વડે સ્વાગત કરાશે. ત્યારબાદ રથયાત્રા આગળ જતાં રણછોડજી મંદિર ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવશે. આમ રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થશે.
  જોકે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે નાં માર્ગદર્શન અને ટાઉન ઇન્ચાર્જ પીઆઈ અને ડીવાયએસપી કુણાલ સિહ પરમાર ની સૂચના તેમજ એક બાદ એક મિટિંગ અને ફૂટ પેટ્રોલિંગ સહિત પોલીસ ટીમોની ખુબ સારી મહેનત ના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા ખુબ શાંતિ પૂર્વક પૂર્ણ થશે અને ભાવિક ભક્તો એ ઠેર ઠેર ભગવાન જગન્નાથ નાં દર્શન કરી પ્રસાદી નો લાહવો લેશે

(12:46 AM IST)