<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

લાલિયાવાડી : નેત્રંગમાં ચેકડેમના દરવાજા બંધ નહીં કરતાં વરસાદના અમુલ્ય પાણીનો વ્યય :જળસંચય માટેનો કરેલો લાખો રૂપિયાનો ખચઁ પાણીમાં

પીવા-સિંચાઈના પાણીના નિવારણ માટે જળસંચય થવું જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નેત્રંગ તાલુકાના ગામે-ગામ પીવા-સિંચાઈના પાણી માટે ધરતીપુત્રોને ઉનાળા-શિયાળાની સિઝનમાં ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતોનો પાક બળીને ખાખ થઇ ગયો છે.પીવાના પાણી માટે રહીશોને બોર-મોટર અને કુવા ઉપર નિભઁર રહેવું પડે છે. નેત્રંગ ગામમાં હાલ પણ બે-ત્રણ દિવસના આતરે પીવા માટેનું પાણી આપવામાં આવે છે. તેવા સંજોગોમાં ધરતીપુત્રોને પીવા-સિંચાઈ માટેનું પુરતુ પાણી મળી શકે અને જળસંચય થાય તો બોર-મોટર અને કુવામાં પાણીના સ્તરમાં વધારો થાય તે માટે લાખો રૂપિયાના ખચઁ નદી-નાળા ઉપર ચેકડેમ બનાવામાં આવ્યા છે. પરંતુ નેત્રંગ તાલુકામાં કેટલાક ચેકડેમ આયોજન વગર બનાવી દેવામાં આવ્યા છે, જેના બીલ પણ પાસ કરી દેવાયા છે. અમરાવતી નદી ઉપરમા ચેકડેમના દરવાજા બંધ નહીં કરતાં વરસાદના અમુલ્ય પાણીનો હાલ સતત વ્યય થઇ રહ્યો છે. જળ સંકટ ટાળવા માટે જળસંચય થવું અત્યંત જરૂરી બન્યું છે.છતાં તંત્રની લાલીયાવાડી ના કારણે હાલ પાણીનો બગાડ જોવા મળી રહ્યો છે

(12:50 AM IST)