<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

સરકારની ઉચ્ચ શિક્ષણ ની વાત ખાલી કાગળ પર...?!નેત્રંગ તાલુકાની શાળાઓમાં અપુરતા પાઠ્યપુસ્તકો પહોંચતા વિધાર્થીઓના અભ્યાસ પર અસર

શાળા પ્રવેશોત્સવના કાયઁકમમાં પાઠ્યપુસ્તકોની વધ-ઘટ થઈ પરંતુ આ બાબત કોઈને ખબર જ પડી નહીં...?:મહત્વના વિષયોના પાઠ્યપુસ્તકો વિધાર્થીઓને મળ્યા ન હોવાથી કેવી રીતે અભ્યાસ કરશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: જુન મહિનામાં નવા શૌક્ષણિક સત્રના પ્રારંભની સાથે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાયઁકમ થકી શાળામાં નવા પ્રવેશ કરનાર વિધાર્થીઓને આવકાર આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીથી લઇને ગ્રા.પંચાયતના સરપંચો સુધીના પદાધિકારીઓ-અધિકારીઓ આ કાયઁકમમાં જોડાય હતા. ગ્રા.પંચાયતના સરપંચથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધીના પદાધિકારીઓ-અધિકારીઓ કાયઁકમની સફળ બનાવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું.પરંતુ કમનસીબે શાળા પ્રવેશોત્સવના કાયઁકમમાં શાળામાં પાઠ્ય પુસ્તકોની વધ-ઘટ કોઈને ખબર જ પડી નહીં. આ કડવી વાસ્તવિક્તા છે.
  અત્રે ઉલ્લેખનીય છે કે, નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૧૦ પ્રા.શાળા અને ૬ આશ્રમ શાળા કાયઁરત છે.જેમાં ધોરણ :- ૬ થી ૮ પ્રાથમિક વિભાગમાં સમાવેશ થાય છે.ગુજરાતી વિષયના ૧૬૯, હિન્દી વિષયના ૬૯, અંગ્રેજી વિષયના ૮૭ અને સંસ્કૃત વિષયના ૬૩ પાઠ્યપુસ્તકોના સેટ હજુ સુધી શાળામાં પહોંચ્યા નથી. તેવા સંજોગામાં અપુરતા પાઠ્યપુસ્તકો વચ્ચે વિધાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરતાં હશે તે તપાસનો વિષય બન્યો છે. ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવું હશે તો શિક્ષકોની પુરેપુરી ભરતી કરો, અને તમામ શાળાઓમાં પુરતા પ્રમાણમાં પાઠ્યપુસ્તકો આપો તો જ વિકસીત ભારતનો સંકલ્પ સાકાર થશે.
શાળાના સંચાલકો સમય મયૉદામાં પુરતી માહિતી આપતા નથી : TPO સુરેશભાઈ વસાવા
આ મુદ્દે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સુરેશભાઈ વસાવા એ જણાવ્યું કે આશ્રમશાળા, પ્રા.શાળાના સંચાલકો એ ગૃપ શાળા મારફતે જરૂરીયાત મુજબના પાઠ્યપુસ્તકોની માહિતી આપવાની હોય છે. પરંતું આ માહિતી સમય મયૉદામાં નહીં મળતા ઓનલાઇન થઈ શકતું નથી. તેના કારણે પાઠ્યપુસ્તકોની વધ-ઘટની તકલીફ આવે છે.

(12:54 AM IST)