તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 7th July 2024
નર્મદા જિલ્લા કલેકટરે સામુહિક બદલીઓનો ગંજીફો ચીપ્યો : 11 નાયબ મામલતદાર અને 14 ક્લાર્ક ની બદલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લા કલેકટરે નાયબ મામલતદારો અને કારકુનોની સામુહિક બદલીઓ કરી મહેસુલ વિભાગમાં સોપો પાડી દીધો છે
પ્રાપ્ત માહિતી મુજબ લોકસભા ચૂંટણી અને શાળા પ્રવેશોત્સવ કામગીરીની વ્યસ્તતા બાદ કલેકટર શ્વેતા તેવટીયાએ નાયબ મામલતદાર અને કલાર્કની બદલીઓ ના હુકમ કરતા 11 નાયબ મામલતદાર અને 14 ક્લાર્કની બદલીના હુકમ કર્યા છે, જેમાં પ્રાંન્ત કચેરી રાજપીપલા માં બે તેમજ ડેડીયાપાડા ના એક નાયબ મામલતદાર ની બદલી ના હુકમ ઉપરાંત મામલતદાર કચેરી નાંદોદના ત્રણ નાયબ મામલતદારનો સમાવેશ થાય છે હજુ પણ વધુ બદલીના હુકમ થશે તેમ જાણવા મળે છે.

(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
