News of Sunday, 7th July 2024
લોખંડી બંદોબસ્ત, બોંબ સ્કોડ અને ભક્તોના ઘોડાપૂર વચ્ચે ભગવાન જગ્ગનનાથજી નગરચર્યાએ નીકળ્યા.
જય રણછોડ માખણ ચોર, મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે, તેવા ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા.વિશ્વ ગુરુ ટેબલો , ભારતીય ક્રિકેટ ટીમની ગૌરવ ગાથા સાથેનો ટેબલો આકર્ષણરૂપ બન્યા. ભગવાનના મામાના ઘેર બે લાખ લોકો ભોજન લેવાના હોવાથી સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકના માર્ગદર્શનમાં અજય સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચોધરી જાતે બંદોબસ્ત સંભાળ્યો. ત્રણે રથની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચે સાંભળી લીધી.

રાજકોટ. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે, જય રણછોડ માખચોરના ગગનભેદી નારાઓ અને પોલિસના લોખંડી બંદોબસ્ત અને બ્રહ્મ મૂહુર્તમાં ધરાયેલ પ્રસાદના વિતરણ વચ્ચે ભગવાન જગન્નાથ , બલરામજી અને સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા ત્યારે દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. P. વહેલી સવારે અમિતભાઈ શાહ દ્વારા મંગળાઆરતી પછી મુખ્ય મંત્રી દ્વારા ગ્રહમંત્તી દ્વારા પહિંદવિધિ વિધિ સોનાની સવારણીથી રથ સાફ કરવી પ્રસ્થાન કરાવેલ તે સાથેજ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયેલ. મુખ્ય મંત્રી દ્વારા સુખ શાંતિ માટે પ્રાર્થના કરવા સાથે રથયાત્રા માટે પૂરતી સલામતી વ્યવસ્થા હોવા અંગે ભક્તોને ખાતરી આપી હતી. P. રથયાત્રામાં ૪૦૦ કિલો કાકડી, મગ સાથેના પ્રસાદમાં વડા પ્રધાન દ્વારા વર્ષોની પરંપરા જાળવી હતી. P. ૨૦ જેટલા ડ્રોન દ્વારા રથયાત્રાનું નિરીક્ષણ કરવા સાથે દરેક સિનિયર પોલીસ અધિકારીઓના મોબાઈલ દ્વારા રથયાત્રાનું લોકેશન મેળવાઈ રહ્યાનું પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક દ્વારા જણાવાયું છે. P. ૩૦ અખાડા, મંડળીઓ જોડાઈ છે, ૧૭ જેટલી બોંબ ડિસ્પોઝલ સ્કોડની કંપનીઓ સાથે રહેવા સાથે રસ્તામાં અર્થાત્ રૂટમાં કોઈ વાહન બંધ થાય તો તાત્કાલિક હટાવી શકાય તેવી વ્યવસ્થા માટે ૧૬ જેટલી ક્રેન સામેલ છે.૧૪૭ મી રથયાત્રા માટે ત્રણે રથની જવાબદારી એડી.પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શનમાં અને ડીસીપી અજિત રાજીયાંનના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાંચને સુપ્રત કરવામાં આવેલ છે. ભગવાનના મામાને ઘેર બે લાખ લોકો પ્રસાદ લેવાના હોય આ સમગ્ર વ્યવસ્થાનું સુકાન બંદોબસ્ત સ્કિમ જેના માર્ગદર્શનમાં ત્યાર થયેલ છે તેવા સ્પેશયલ પોલીસ કમિશનર અજય ચોધરી સાંભળતા નજરે ચઢે છે. નરેન્દ્રભાઇની વેશભૂષા સાથેનો વિશ્વ ગુરુ ટેબલો તથા ભારતીય ક્રિકેટ ટીમની જીતની ટ્રોફી સાથેનો ટેબલો ખૂબ આકર્ષણ જગાવી રહ્યા છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
