<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

સુરતના સચિન વિસ્તારમાં શનિવારે ગેરકાયદે બિલ્ડિંગ દુર્ઘટનામાં 4 પુરુષ અને 1 મહિલા સહિત 5 ના કરૂણ મૃત્‍યુઃ જયારે આજે સવારે મૃત્‍યુ આંક ૭ સુધી પહોંચ્‍યોઃ રેસ્ક્યૂ ઓપરેશન યથાવત્

સમગ્ર બિલ્ડિંગ ગેરકાયદે હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.


સુરતના સચિન વિસ્તારમાં શનિવારે સાંજે 6 માળનું મકાન ધરાશાયી થયા બાદ દોડધામ મચી...સુરતના પાલીગામમાં અચાનક 6 માળનું બિલ્ડિંગ કકડભુસ થઇને પડી જતાં અનેક લોકો દબાયા હતા...આખી રાત ચાલેલાલ રેસ્ક્યૂ ઓપરેશન બાદ કુલ 5 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા..મોડી રાત સુધી 4 પુરુષ અને એક મહિલાને મૃત અવસ્થામાં કાટમાળમાંથી બહાર કાઢી તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા....જો કે સવાર સુધુ મૃત્યુઆંક 7 થયો છે.....શનિવારે સાંજે દુર્ઘટના બાદ સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠ્યા છે...વર્ષ 2016માં બનેલી ઇમારત માત્ર 8 વર્ષમાં ધરાશાયી થતાં વિવાદ થયો છે...સમગ્ર બિલ્ડિંગ ગેરકાયદે હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

(2:20 PM IST)