<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

ભગવાન નગરયાત્રા કરે ત્યારે નાગરિકોના દુખ દૂર થાય છે: રથયાત્રામાં જગતના નાથના દર્શનથી સૌ લોકો સુખ અને શાંતિનો અનુભવ કરે છે:ભુપેન્દ્રભાઈએ પાઠવી શુભેચ્છા

અમદાવાદ:રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કર્યા રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. નાગરીકોને રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ સંબોધન કરતા જણાવ્યું કે અમદાવાદની રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા છે. ભગવાન નગરયાત્રા કરે ત્યારે નાગરિકોના દુખ દૂર થાય છે. રથયાત્રામાં જગતના નાથના દર્શનથી સૌ લોકો સુખ અને શાંતિનો અનુભવ કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથના રથનું પ્રસ્થાન કરાવ્યુ હતું. ભક્તો જે પળની રાહ જોઇ રહ્યા હતા તે પળ આખરે આવી ગઈ છે. જય જગન્નથના નાદ સાથે રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું.

(11:57 AM IST)