News of Sunday, 7th July 2024
વડગામથી ૭૫.૪ લાખની રદ કરાયેલી ચલણી નોટો ઝડપાઈ
એલસીબીની ટીમ દ્વારા શંકાને આધારે રોકવામાં આવી હતી અને કારની તલાશી લેવામાં આવી હતી

બનાસકાંઠા,તા.૭ : વડગામના મોરિયા ધનાલી ગામેથી બનાસકાંઠા એલસીબીએ જૂની ચલણી નોટો સાથે બે શખ્શોની ધરપકડ કરી છે. બંને શખ્શો એક કાર લઈને જઈ રહ્યા હતા. જેને એલસીબીની ટીમ દ્વારા શંકાને આધારે રોકવામાં આવી હતી અને કારની તલાશી લેવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાંથી જૂની રદ થયેલી ચલણી નોટો ઝડપાઈ છે.
વડગામના મોરિયા ધનાલી ગામેથી બનાસકાંઠા એલસીબીએ જૂની ચલણી નોટો સાથે બે શખ્શોની ધરપકડ કરી છે. બંને શખ્શો એક કાર લઈને જઈ રહ્યા હતા. જેને એલસીબીની ટીમ દ્વારા શંકાને આધારે રોકવામાં આવી હતી અને કારની તલાશી લેવામાં આવી હતી.
કારમાંથી ૫૦૦ રૂપિયાની રદ કરાયેલી ૧૧,૬૧૦ નોટો અને ૧૦૦૦ ના દરની ૧૬૯૯ નોટ મળી આવી હતી. આમ ૭૫ લાખ ૪ હજાર રૂપિયાની કિંમતની નોટોને એલસીબીએ જપ્ત કરીને બંને શખ્શોને ઝડપી લીધા હતા. એલસીબીએ દાંતાના મહંમદપુરના રહેવાસી અસરફ દાઉદભાઈ મુમન અને દાંતાના ખેરોજના રહેવાસી હાર્દિક ઈદરીશભાઈ માકણોજીયાની ધરપકડ કરી હતી.
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
