<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

અષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન દેવને કરાયો અદભુત શૃંગારઃ સાથે ધરાવાયો 500 કિલો જાંબુનો અન્નકૂટ

રાજકોટઃ બોટાદમાં આવેલા પ્રસિદ્ધ સાળંગપુરધામમાં વિવધ પ્રસંગે હનુમાનજીને અનોખા શણગાર કરવામાં આવે છે. જેમાં બોટાદના પ્રસિદ્ધ સાળંગપુરધામમાં પણ આજે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે અષાઢી બીજ નિમિતે કષ્ટભંજન હનુમાનજી દાદાની મૂર્તિને રથયાત્રાની પ્રતિકૃતિ બનાવી શણગાર કરાયો.સાથે જ હનુમાનજી દાદાને 500 કિલો જાંબુનો અન્નકુટ ધરાવાયો છે.આ દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગાર અને અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

(1:16 PM IST)