News of Sunday, 7th July 2024
અમદાવાદના જમાલપુરમાં 11 મહિનાની માસુમ પુત્રીની ગળાના ભાગે બ્લેડ મારીને હત્યા:ક્રૂર માતાની અટકાયત
માતાને બીજા લગ્ન કરવા હોવાથી બાળકીની હત્યા કરી હોવાનું અનુમાન :ગાયકવાડ પોલીસે માતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદમાં જમાલપુરમાં અજબ કિસ્સો સામે આવ્યો છે,જેમાં માતાએ તેની 11 વર્ષની બાળકીને ગળાના ભાગે બ્લેડ મારીને હત્યા નિપજાવી છે.પ્રોલીસની પ્રાથમિક તપાસમાં તારણ સામે આવ્યું છે કે,માતાને બીજા લગ્ન કરવા હોવાથી બાળકીની હત્યા કરી છે.ગાયકવાડ પોલીસે માતાની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.
જમાલપુરમા એક એવી ઘટના બની છે જે જાણીને તમે પણ ચૌંકી જશો,માતાને કોઈ સાથે પ્રેમ છે અને તે પ્રેમને પામવા માટે તેણે જ તેની બાળકીને મોતને ઘાટ ઉતારી છે,ઘટનાની જાણ થતા પોલીસે માતાની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથધરી છે,બાળકીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
ક્રૂર માતાએ પોતાની જ 11 મહિનાની દીકરીને નવડાવવાના બહાને બાથરૂમમાં લઇ ગઈ અને શેવિંગ કરવાની બ્લેડ વડે ગળું કાપી હત્યા કરી નાંખી.બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ગાયકવાડ પોલીસે માતાની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
