<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

સુરતનાં સચિન વિસ્તારમાં 6 માળનું મકાન ધરાશાયી થવા મામલે મોટો ખુલાસો : એક દિવસ પહેલા જ તૂટ્યો હતો બિલ્ડીંગનો પીલર

રાજ વેકરીયા, રમીલા વેકરીયા અને અશ્વિન કાકડીયા સામે ગુનો નોંધાયો:સચિન, પોલીસે અશ્વિન કાકડીયાની ધરપકડ કરી:આરોપી રાજ વેકરીયા અમેરિકામાં રહેતો હોવાનો ખુલાસો :અન્ય આરોપી રમીલા વેકરીયાની શોધખોળ

સુરતનાં સચિન વિસ્તારમાં 6 માળનું મકાન ધરાશાયી થવા મામલે મોટો ખુલાસો થવા પામ્યો છે. જેમાં એક દિવસ પહેલા જ બિલ્ડીંગનો એક પિલર તૂટી ગયો હતો. અને બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું હતું.સુરતનાં સચિનનાં વાંઝ ખાતે મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે. 

  આ બિલ્ડીંગમાં જ રહેતા શુભમ નામના એક યુવાને દાવો કર્યો છે કે, એક દિવસ પહેલાથી બિલ્ડીંગનો એક પિલર તૂટી ગયો હતો. અને બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું હતું. ચાર પાંચ દિવસ પેહલા જ બિલ્ડિગમાં રહેવા આવેલા શુભમનો ભાઈ આ તૂટી પડેલા બિલ્ડીંગમાં દબાઈને મોતને ભેટ્યો છે. અભિષેક હજુ માંડ 17 વર્ષનો છે અને અભિષેક અને પોતાનો ભાઈ શુભમ સાથે અહીંયા પાંચેક દિવસ પહેલા જ રહેવા માટે આવ્યા હતા.

  શુભમનો દાવો છે કે ગઈલાકે સાંજે બિલ્ડીગનો એક પિલર તૂટેલો જોયો હતો. પરંતું કોઈએ તોડી નાંખ્યો હોવાનું માની લીધું હતું. આખી બિલ્ડીંગ ધરાશાયી થઈ જશે એવી કોઈને કલ્પના ન હતી. અભિષેક પણ થોડા દિવસો પહેલા રોજીરોટી કમાવવા વતન ઉત્તર પ્રદેશનાં અયોધ્યાથી સુતર આવ્યો હતો.સુરતનાં વાંજ ગામે મકાન ધરાશાયી થવાનાં કેસમાં 3 લોકો સામે ફરિયાદ નોંધાવા પામી છે. રાજ વેકરીયા, રમીલા વેકરીયા અને અશ્વિન કાકડીયા સામે ગુનો નોંધાયો હતો. સચિન, પોલીસે અશ્વિન કાકડીયાની ધરપકડ કરી હતી. આરોપી રાજ વેકરીયા અમેરિકામાં રહેતો હોવાનો ખુલાસો થયો છે. અન્ય આરોપી રમીલા વેકરીયાની શોધખોળ યથાવત છે.

  પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 મુજબ ગુનો દાખલ કર્યો હતો.પાંચેય મિત્રો નાઇટ શિફ્ટમાં નોકરી કરી ઘરે પરત આવ્યા હતા
સુરતમાં વાંઝા ગામે બિલ્ડીંગ ધરાશાયી થવાને લઈ ચોંકાવનારી માહિતી સામે આવવા પામી છે. જેમાં એક જ રૂમમાં રહેતા પાંચ મિત્રોનો કાટમાળમાં દબાઈ જવાથી મોત થયા હતા. પાંચેય મિત્રો નાઈટ શિફ્ટમાં નોકરી કરીને ઘરે પરત આવ્યા હતા. ઘરે જમવાનું બનાવી આરામ કરી રહ્યા હતા. તે દરમ્યાન મકાન ધરાશાયી થયું હતું. જીવ બચાવવા પાંચેય મિત્રોએ બિલ્ડીંગની બહાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ વ્યક્તિનો રૂમમાં તો અન્યનો દાદરા અને લોબીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. તમામ પાંચ લોકોનાં કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યા હતા.

(4:33 PM IST)