News of Sunday, 7th July 2024
વલસાડનો તિથલ દરિયો તોફાની બન્યો :સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા
તિથલ દરિયા કિનારે ઉંચા મોજા વચ્ચે મોટી સંખ્યામાં સહેલાણીઓએ મજા માણી: રવિવારની રજા હોવાના કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ દરિયા કિનારે પહોંચ્યા

વલસાડ :આગાહી વચ્ચે વલસાડનો તિથલ દરિયો તોફાની બન્યો છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તિથલ બીચ પર 15થી 20 ફૂટ ઊંચા મોજાં ઊછળી રહ્યા છે. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વલસાડનો તિથલ નો દરિયો તોફાની બન્યો છે. અષાઢી બીજની મોટી ભરતીના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તિથલના દરિયા કિનારે 10થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છે. તિથલ દરિયા કિનારે ઉંચા મોજા વચ્ચે મોટી સંખ્યામાં સહેલાણીઓએ દરિયા કિનારે મજા માણી હતી. રવિવારની રજા હોવાના કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ દરિયા કિનારે પહોંચ્યા હતા.
વલસાડના લો-લેવલના વિસ્તારો તથા તિથલ બીચની મુલાકાત લેવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ઉપવાસમાં ભારે વરસાદ અને જો લો લેવલના વિસ્તારમાં પાણી ભરાય તો વહેલી તકે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે એ માટે તમામ લો લેવલના વિસ્તારોની મુલાકાત લેવાઈ હતી. સાથે ત્યાંના લોકો સાથે વાતચીત કરી પુર સમયે કઈ રીતે જાનમાલ બચાવી શકાય એ માટે માહિતી અપાઈ હતી.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
