News of Sunday, 7th July 2024
ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નિજ મંદિર પરત :રથ મંદિરમાં પહોંચતા જ અમીછાંટણા થયા
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂકી છે. દર વખત કરતાં આ વખતે રથયાત્રા મોડી પડી હતી અને રાતે સાડા 8 વાગ્યાની આસપાસ જમાલપુર સ્થિત નિજ મંદિરે પરત ફરી હતી. આજે જેવો ભગવાન જગન્નાથનો પ્રથમ રથ મંદિર નગરચર્યા બાદ મંદિર પરત ફર્યો તે સાથે જ અમીછાંટણા થયા હતા. જો કે આજની રાત ત્રણેય રથને મંદિરના પટાંગણમાં જ રાખવામાં આવશે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
