<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

છોટાઉદેપુરના છલવાંટા ગામના 30 બાળકોએ શાળા પ્રવેશ ના થતા તંત્રમાં દોડધામ

કલેકટર અનિલ ધામેલિયાએ ગામના તલાટી, સરપંચ, તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારીને દોડતા કર્યા

છોટાઉદેપુરના છલવાંટા ગામના 30 બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો નથી. તે જાણતા કલેકટર અનિલ ધામેલિયાએ ગામના તલાટી, સરપંચ, તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારીને દોડતા કર્યાં, આ બાળકો શાળા પ્રવેશથી કેમ દુર રહ્યા તે જાણી કલેકટરને આશ્ચર્ય તો થયું. પરંતુ તેમણે બીજો આદેશ છોડ્યો, તે જ્યાં હોય ત્યાં તેમનો શાળા પ્રવેશ થવો જોઇએ અને શિક્ષણથી વંચીત ન રહેવા જોઇએ.

   છોટાઉદેપુર કલેક્ટર અનિલ ધામેલિયા તેમની ફરજના ભાગરુપે બાળ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઇ બાળકોની નોંધણીની સંખ્યા અને વાસ્તવિક હાજરી ચકાસે છે. આવી જ રીતે છલવાંટા ગામની શાળા પહોંચ્યાં હતાં, શાળાની નોંધણી પ્રમાણે 12 બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ તેમણે ગ્રામપંચાયતની જન્મ નોંધણી ચકાસતાં ખબર પડી કે 2017માં ગામમાં 42 બાળકોના જન્મ થયાં હતાં. તેમણે શાળાના આચાર્ય, તલાટી અને સરપંચને સોસરવો સવાલ કર્યો કે 30 બાળકોએ શાળા પ્રવેશ કેમ નથી લિધો, ને તપાસના આદેશ આપ્યાં.

  રાથમિક શાળાના શિક્ષક અને ગ્રામ પંચાયતના સર્વેમાં બહાર આવ્યું કેટલાક પરીવાર સૌરાષ્ટ્ર તરફ કામધંધાની શોધમાં નિકળ્યાં છે. જ્યારે કલેકટર અનિલ ધામેલિયાને આ માહિતી મળી તો તેમણે બીજો આદેશ છોડ્યો અને તંત્રને આદેશ આપ્યો કે બાળકો તેમના પરીવાર સાથે જ્યાં વસતાં હોય ત્યાં તેમના શાળા પ્રવેશ થાય તે પાકુ કરો.

કલેકટર અનિલ ધામેલિયાએ એક સુપરવાઇઝરી ઓથોરીટીની જવાબદારી નિભાવી, નીચેના તંત્રને કામ લગાડી બાકીના બાળકોને શિક્ષણ મળી રહે તે જોવાની સૂચના આપી, જો તંત્ર અને પરીવાર બન્ને જાગશે તો બાકીના 22 બાળકોને ચૌક્કસ શિક્ષણ મળશે અને કલેકટરની જાગૃતતા રંગ લાવશે?


 

(12:10 AM IST)