News of Monday, 8th July 2024
સુરત પોલીસને ભગવાનના સારથી બનવાની અનાયાસે તક મળતા પોલીસ તંત્ર અને પરિવારમાં અદ્ભુત આનંદ છવાઈ ગયો
રથનું પૈડું નીકળી ગયું: સમયસર નીજ મંદિરે પોહચાડવા ડીસીપીની કારમાં જગન્નાથજી બિરાજયાઃ લોકોની સલામતી સુરક્ષા કાર્ય માટે ઈશ્વરના આશિર્વાદ આપ્યા હોવાનો ધર્માચાર્યોનો મત : CP અનુપમસિંહ ગેહલોત, ડીસીપી રાજદીપસિંહ નકુમ અને sog પીઆઇ અશોક ચોધરી ટીમ આને જગન્નનાથજીની કૃપા ગણી ધન્યતા અનુભવી રહ્યા છે

રાજકોટ, તા.,૮ : અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં નિકળતી અષાઢી બીજે જે રથ યાત્રા નીકળે છે તેમાં સુરતની રથયાત્રા માટે પણ દિવસો અગાઉ તૈયારીઓ કરવામાં આવે છે , જેમાં ભક્તિના અનેરા રંગ, સાથે ઉત્સાહ અને ઉમંગનો સંગમ થાય છે , જગતના નાથ રથમાં બિરાજી ભાવિક ભકતોને આશીર્વાદ આપી તેમના હાલ ચાલ નિહાળવા નગરચર્યાએ નીકળેલ, લોકો ખૂબ શાંતિ અને શિસ્તબધ્ધ રીતે દર્શન કરી શકે તે માટે પોલીસ બંદોબસ્તની અદભુત સ્કિમ પોતાના આઇબી વિભાગના અનુભવ આધારે તૈયાર કરી હતી. અને pcb/ DCB સાથે sog બ્રાન્ચને પણ મહત્વની જવાબદારી સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા સુપ્રત કરેલ.
Sog નો હવાલો સંભાળતા ડીસીપી રાજદીપસિંહ નકુમ, પીઆઇ અશોક ચોધરી, પીઆઇ અતુલ સોનારા સહિત સ્ટાફ વિવિધ સ્થળોએ કાર્યરત કરાયો હતો. સુરતમાં તાજેતરમાં બનેલ દુર્ઘટનામાં લોકોની મદદ કરવા મોડી રાત સુધી કાર્યરત રહેનાર પોલીસ કમિશ્નર પણ પળે પળની માહિતી મેળવતા હતા.
ભગવાન જગન્નનાથજી, ભાઈ બલરામજી, બહેન સુભદ્રા સાથે નીજ મંદિરે પરત ફરતા હતા તે સમયે એકાએક રથનું પૈડું નીકળી જતા સ્વાભાવિક હવે ભગવાન જગન્નનાથજી વિગેરેને સમયસર નીજ મંદિરે પહોચાડવા, ટ્રાફિક જામ કે બીજી અવ્યવસ્થા ન થાય તે માટે સહુ ચિંતિત બન્યા, સીપી અનુપમસિંહ ગેહલોતને જાણ થતાં તુરંત ડીસીપી રાજદીપસિહ નકુમ સાથે ચર્ચા શરૂ કરી અને તુરંત ભગવાન જગન્નનાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને ડીસીપીની કારમાં મંત્રોચ્ચાર સાથે પીઆઇ અશોક ચોધરી દ્વારા બિરાજમાન કરાવવામાં આવ્યા ત્યારે ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા.
બીજા શબ્દોમાં કહીએ તો પોલીસને ભગવાનના રથનાં સારથી બનવાની અનાયાસે તક મળી, સીપી, ડીસીપી , પીઆઇ વિગેરે આ ઘટનાને ભગવાન જગન્નનાથજીનો કોઈ ચમત્કાર માને છે. આ ઘટનાથી સુરત શહેરમાં લોકોની સલામતી શાંતિ માટે આશીર્વાદ મળ્યાનું સુરત શહેર પોલીસ તંત્ર તથા ધર્મનું ઉંડુ જ્ઞાન ધરાવતા પંડીતજીઓ માની રહ્યા છે, આ ઘટનાને સીપી , ડીસીપીથી માંડી પોલીસ કોન્સ્ટેબલ સાથે તેમના પરિવાર પણ ખૂબ કૃપા થયાનું માની પોલીસને ઈશ્વર ેજ નિમિત્ત બનાવ્યાની ધન્યતા અનુભવી રહ્યા છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
