News of Monday, 8th July 2024
રાજકોટમાં વર્ષો પછી જેની અદાલતી કાર્યવાહી શરૂ થયેલ છે, તેવા ભાસ્કર, પરેશ પ્રકરણ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના મહત્વના બનાવોમાં સિંહફાળો આ અધિકારીનો છે
ગુજરાત સર્વપ્રથમ કેન્દ્રના પ્રતિષ્ઠિત એવોર્ડ વિજેતા પીઆઇ ચેતન જાદવની ગાથા વાંચી વાહ નીકળ્યા વગર ન રહે

રાજકોટ,તા. ૮: તાજેતરમાં કેન્દ્ર દ્વારા પીઆઇ લેવલે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતમાં સર્વ પ્રથમ વખત સુરત જિલ્લાના ઓલપાડનાં પીઆઇ ચેતન જાદવ ની પસંદગી થતા આ અધિકારી વિશે જાણવા ઉત્કંઠા પોલીસ સ્ટાફ અને લોકોમાં છે ત્યારે કેટલીક જલક મેળવીએ. સુરતમાં રેપ વિથ મર્ડર કેસમાં ફાંસી માટે સખત જહેમત બદલ કેન્દ્ર દ્વારા એવોર્ડ મળેલ. વડોદરામાં પણ બેસ્ટ પીઆઇ તરીકે સુરતના હાલના અને વડોદરાના તત્કાલીન સીપી અનુપમસિંહ ગેહલોતના હસ્તે એવોર્ડ મળેલ.
ઝારખંડના વોન્ટેડ આરોપીઓને પકડનાર આ અધિકારી એમ. ડી. ડ્રગ્સનો પ્રથમ કેસ કરેલ.કુખ્યાત વિકી ગોસ્વામીની કેફી પદાર્થ ફેકટરી શોધવામાં મહત્વની ભૂમિકા રહેલ. કશ્મીરથી આવતું ૧ કરોડનું ચરસ , હેરોઇન , બોંબ બ્લાસ્ટ આરોપીઓ પકડ્યા છે.
રાજકોટમાં ખૂબ ચકચારી બનેલ અને તત્કાલીન પોલીસ કમિશનર સુધીર સિંહા દ્વારા ખૂબ મહત્વની ભૂમિકા ભજવાયેલ તેવા પોલીસ અને મીડિયા વચ્ચેના વિશ્વાસના સેતુના શ્રેષ્ઠ ઉદાહરણ રૂપ પ્રકરણ વર્ષો પછી અદાલતમાં શરૂ થયેલ છે, તે મામલામાં આતંકી સંગઠન જેસ એ મોહમદની સંડોવણી ખુલ્યા બાદ વર્ષો પછી એક આરોપીને આ પીઆઇ ટીમે ઝડપેલ.દાઉદના રાઇટ હેન્ડ જાવેદ ચીકનાંનાં ઇશારે ભરૂચમાં ડબલ મર્ડર કરનાર હત્યારાઓ પકડનાર ટીમમાં સામેલ આ અધિકારીના પોલીસ મથકને બેસ્ટ પોલીસ મથક એવોર્ડ પણ મળ્યા છે
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
