<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

સંવેદનશીલ વિસ્‍તારમાં રથયાત્રામાં તોફાન, કોમી રમખાણોની ઘટનાઓ હજુ આટલા વર્ષે પીછો છોડતી નથી

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂરી થતાં અમદાવાદ સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા દિલથી આભાર વ્‍યકત થયો : ભૂતકાળની કડવી યાદો પર પ્રકાશ... : સ્‍પેશ્‍યલ સીપી અજય ચૌધરી, સેકટર વડા નીરજ બડ ગુજ્જર અને ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ માફક ડીઆઇજી અશ્વિન ચૌહાણ ડીસીપી અશોક મુનિયા અને એસીપી પ્રદીપસિંહ જાડેજા, વી.એન.યાદવની ખુશીનું આ છે રહસ્‍ય

રાજકોટ તા.  ૮ : અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા નિર્વિઘ્‍ને પસાર થતા અમદાવાદના પોલીસ કમિશનર, બંદોબસ્‍તની સ્‍કિમ જેના માર્ગદર્શનમાં તૈયાર થયેલ તેવા સ્‍પેશ્‍યલ પોલીસ કમિશનર અજય ચોધરી,  બન્ને સેકટરની સીધી વિશાળ જવાબદારી જેમના શીરે હતી તેવા નીરજ બડગુજ્જર, કે જેમના વિભાગની ત્રણેય રથોની જવાબદારી હતી તેવા   વિભાગ ક્રાઇમ બ્રાન્‍ચના વડા જેવા સિનિયર અધિકારીથી માંડી નાનામાં નાનાં પણ જેમની જવાબદારી સીધી એક્‍શનની હતી તેવા પોલીસ સ્‍ટાફ દ્વારા ઘણા માસે અભૂતપૂર્વ બંદોબસ્‍ત માત્ર કાગળ પર રહેવાને બદલે વાસ્‍તવમાં રહેતા ઘણા મહિના પછી નિરાંતનો શ્વાસ લીધો હતો.   

રાજયના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય પણ આ પ્રસંગ ખૂબ શાંતિથી પૂર્ણ થતાં તેઓને પણ ખૂબ સરસ અહેસાસ થયો છે.   

ભૂતકાળમાં આ રૂટ પર એક યુગમાં સંવેદનશીલ વિસ્‍તારોમાં રથયાત્રા રક્‍ત રંજીત બનવા, તોફાનો કોમી રમખાણો થયાના બનાવો બન્‍યા છે, આ બધી કળવી યાદોને વર્ષો વીત્‍યા આમ છતાં કોઈ જવાબદાર આઇપીએસ રથયાત્રા બંદોબસ્‍ત માટે જોખમ ઉઠાવવા તૈયાર હોતા નથી, આવી પરિસ્‍થિતિમાં એક યુગમાં મહરૂમ ડોન લતીફના વિસ્‍તારમાંથી રથયાત્રા કાઢવી ખૂબ મુશ્‍કેલ અને પોલીસની કસોટીરૂપ હતી, જો કે આ બધું ભૂતકાળ બન્‍યું છે, આમ છતાં આવા વિસ્‍તારમાં ખૂબ ઠરેલ અને છતાં જરૂર પડ્‍યે પોલીસની તાકાત બતાવી શકે તેવા અધિકા રી સ્‍ટાફ પસંદ થાય છે.

આ વખતે પણ દરિયાપુર વિસ્‍તાર ડીઆજી દરજ્જાના અનુભવી અશ્વિન ચૌહાણ સાથે એસીપી પ્રદીપસિંહ જાડેજા જેવા કાર્યદક્ષ અધિકારીને આ વિસ્‍તાર સુપ્રત થતાં આગલા દિવસથી જ બન્ને કોમ વચ્‍ચે અદભુત એકતાની રંગોળી ઉડીને આંખે વળગે તે રીતે બની જેની સહુએ પ્રસંશા કરી, એસીપી વી. એન.યાદવની ભૂમિકા પણ સરાહનીય બની,હવે સમજાયું કે પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા કન્‍ટ્રોલ વિભાગના ડીસીપી કોમલ વ્‍યાસ મારફત તમામ પોલીસ સ્‍ટાફનો આભાર માની અભિનંદન આપવામાં આવ્‍યા.

(11:21 AM IST)