<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

પ્રોહીબિશનના ગુનાના ભાગેડુ આરોપીને પકડી પાડતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક નર્મદા નાઓ તરફથી પો.સ્ટે. મા દાખલ થયેલ ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓ અનુસંધાને લોકેશ યાદવ મદદનીશ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવિઝન તથા  પી.જે. પંડયા, સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ડેડીયાપાડા નાઓના માર્ગદર્શન હેઠળ સી.ડી.પટેલ પોલીસ સબ ઇન્સ્પેકટર સાગબારા પો.સ્ટે.તથા પોલીસ સ્ટાફના માણસો સાથે  પ્રોહી. એકટના ગુનાનો વીરલભાઇ ગોવિંદભાઇ વસાવા (રહે. દેવમોગરા, તા. સાગબારા , જીલ્લો નર્મદા )છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હોય જેને પકડી પાડવા અંગત બાતમીદારો રોકી તેમજ ટેકનીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી જરૂરી માહીતી મેળવી દેવમોગરા ગામે પોતાના ઘરે થી તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(11:47 AM IST)