<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

રાજપીપળા રાધાકૃષ્ણ મંદિરથી નિકળેલી ભગવાન જગન્નાથની 32મી રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર

રાજપીપળા લાલ ટાવર પાસે મુસ્લિમ અગ્રણીઓ એ રાજકીય આગેવાનો અને પોલીસ અધિકારીઓનું સ્વાગત કર્યું:રણછોડજી મંદિર ખાતે રથયાત્રા પહોંચતા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા રાધાકૃષ્ણ મંદિરથી બપોરે ત્રણ વાગે ભગવાન જગન્નાથની રથયાત્રા વાજતે ગાજતે નિકળી હતી, રાધાકૃષ્ણ મંદિરમાં સાંસદ મનસુખભાઇ વસાવા અને ધારાસભ્ય ડો.દર્શના બેન દેશમુખે સહિતનાઓએ પૂંજા કરી હતી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દર્શન કર્યા હતા. 

  ત્યારબાદ ત્યાથી આગળ નિકળેલી રથયાત્રામાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, બીજેપી જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ સહિત નાં આગેવાનો તેમજ રથયાત્રા કમિટી નાં સભ્યો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ ભગવાનનો રથ દોરડા વડે ખેંચી રથયાત્રા આગળ વધારી હતી. રથયાત્રા લાલ ટાવર પાસે પહોંચતા મુસ્લિમ અગ્રણીઓએ રાજકીય આગેવાનો અને પોલીસ અધિકારીઓનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ રથયાત્રા આગળ વધતા રણછોડજી મંદિર ખાતે પહોંચી હતી જ્યાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર રથયાત્રાનું આયોજન રથયાત્રા કમિટીના સભ્યો કલ્પેશ પંડ્યા,નયન પુરોહિત, કેતન પાઠક, ભાઈલાલ પટેલ અને કૌશિક મહારાજએ કર્યું હતું. રાજપીપળા ટાઉન પોલીસ, એલસીબી, એસ.ઓ.જી.સહિત પોલીસ અધિકારીઓ અને જવાનોના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ૩૨ મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

(11:48 AM IST)