<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

નર્મદા : ટી.આર.બી જીતેન્દ્ર તડવીએ મળેલું પાકીટ માલિકને પરત કરી ઈમાનદારી દાખવી હતી.

 

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:ટી આર બી જવાન જીતેન્દ્રભાઈ તડવી પોતાની ફરજ માટે કેવડીયા પોલીસ સ્ટેશન જતા હતા ત્યારે રસ્તામાંથી કોઈ અજાણ્યા વ્યક્તિનું પાકીટ તેમને મળી આવ્યું, જેમાં જરૂરી ઓરીજીનલ ડોક્યુમેન્ટ હતા અને રસ્તેથી મળેલું આ પાકીટ કોનું છે એ બાબતે ચકાસણી કરી, પાકીટ માલિક નો સંપર્ક કરી તેમને આ પાકીટ મૂળ માલિકને પરત કર્યું હતું.
જેમાં જાણવા મળ્યા મુજબ પાકીટ માલિકનું નામ તડવી સંજયભાઈ અને તેઓ તિલકવાડા તાલુકાના વાંદરપુર ગામના રહીશ હોય તેમને તેમનું પાકીટ મળી જતા તેમણે ટી.આર. બી. જવાનની ઈમાનદારીને બિરદાવી આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લખનીય છે કે ભૂતકાળમાં પણ આમ ટી.આર. બી.જવાનોને માર્ગ માંથી મળેલી વસ્તુઓ મૂળ માલિક ને શોધી પરત આપી છે, અથવા કોઈ નિઃસહાય આધેડ વ્યક્તિઓની મદદ કરી આ જવાનોએ અનેક સેવાકાર્ય પણ કર્યા છે. હાલ આ વધુ એક કિસ્સામાં ઈમાનદારી સામે આવી છે.

(11:49 AM IST)