News of Monday, 8th July 2024
ડેડીયાપાડાના સેજપુર ગામે દારૂ ની બાતમી આપી હોવાના શકે હુમલો : ટોળા સામે રાયોટીંગ નો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સેજપુર ગામમાં દારૂની બાતમી આપી હોવાનો શક કરી હુમલો કરનાર ટોળા વિરૂદ્ધ પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર નિલેશભાઇ લક્ષ્મણભાઇ વસાવા (ઉ.વ.૩૭ )ધંધો. મંજુરી (રહે. સેજપુર, ટેકરા ફળીયુ )નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા પન્નાબેન નાઓ ધનાભાઇ ઢેળીયાભાઈ વસાવાની દુકાને નારીયેલ લેવા માટે ઉભા હતા તે વખતે સતિષભાઇ નટુભાઇ વસાવા તથા નટુભાઇ તલસીભાઇ વસાવા ને ત્યાં તારીખ ૦૩/૦૭/ ૨૦૨૪ ના રોજ પોલીસે રેઇડ કરતા તેમના ઘરમાથી દારૂ મળી આવતા તેમના વિરૂધ્ધ પોલીસ ફરીયાદ થઈ હતી જે બાબતે નિલેશભાઈએ બાતમી આપી હોવાનો શક રાખી તમામ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી ઢીક્કાપાટુનો માર મારવા લાગેલ તે વખતે કિરિટભાઈ પણ લાકડીના સપાટા મારી શરીરે ઇજાઓ કરી તેમજ લક્ષ્મણભાઇને પણ લાકડીના સપાટા મારી શરીરે ઇજાઓ કરી તેમજ સવરીબેન ને લાકડીનો સપાટો મારતા આંગળીએ ફેક્ચર કરી સવરી બેન તથા દિપીકાબેનને ઢીક્કાપાટુનો માર મારી જમીન ઉપર પાડી દઈ શરીરે ઇજાઓ કરી તથા દિપિકાબેનને શરીરે લાકડીનો સપાટો મારી ઇજા કરી હોય ડેડીયાપાડા પોલીસે (૧) સતિષ નટુભાઇ વસાવા (૨) વિજય નટુભાઇ વસાવા (૩) નટુભાઇ તલસીભાઇ વસાવા (૪) સંજય ભાવસીંગભાઇ વસાવા (૫) બાબુ ભટીયાભાઇ વસાવા (૬) ચૈતરીબેન નટુભાઇ વસાવા (૭) ફુલવંતીબેન સંજય ભાઇ વસાવા (૮) કરીશ્માબેન વિજયભાઇ વસાવા (૯) સતિષભાઇના માસીનો છોકરો સચિનભાઇ (તમામ રહે. સેજપુર તા.ડેડીયાપાડા જી.નર્મદા )નાઓ વિરૂદ્ધ રાયોટીંગ નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તપાસ પી.જે. પંડયા, પોલીસ ઇન્સ્પેક્ટર, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓ કરી રહ્યા છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
