<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

વાવડી રામપુરા રોડ પર વરસાદના કારણે ઝાડ પડતા એક યુવાનનો આબાદ બચાવ

રામપુરા - વાવડીના મુખ્ય રોડ પર ઝાડ પડવાથી વાહન વ્યવહાર બંધ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જેને લઇને ચારેકોર પાણી પડતા વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વાવડીથી રામપુરા જતાં મુખ્ય માર્ગ પર વર્ષો જૂનું વડ નું ઝાડ જમીનદોસ્ત થઈ ગયું હતું. ઝાડ પડવું અને એજ સમયે રામપુરા ગામનાં 20 વર્ષીય યુવાન રાકેશ ગુલાબ તડવી બાઈક લઈને જતો હતો તેના પર ઝાડની ડાળીઓ પડી, આ યુવાને અચાનક બ્રેક મારી પણ બાઈક ઝાડની મુખ્ય ડાળી સાથે અથડાતા યુવકને ગંભીર ઈજાઓ પહોચી હતી. એટલું જ નહિ બાઈકને પણ ઘણું નુકસાન થયું હતું. સ્થાનિક ગ્રામજનો દોડી આવી આં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા અને મુખ્ય રોડ પર ઝાડ પડવાથી વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જોકે મહામુસીબતે ગ્રામજનોએ ઝાડની ડાળખીઓ કાપી તેને ખસેડી અડધો રસ્તોં ખુલ્લો કર્યો ત્યારબાદ નાની ગાડીઓની અવર જવર થઈ શકી પરંતુ ટ્રક, બસ અવર જવર થઈ શકતી નથી માટે આ રોડ ખુલ્લો કરવો જરૂરી બન્યો છે

(11:54 AM IST)