News of Monday, 8th July 2024
સેલંબા રોડ પરથી પિકઅપમાં કતલખાને ગાયો લઈ જનાર શખ્સ પોલીસ ને જોઈ ગાડી મૂકી ફરાર

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા રોડ પરથી ગાયો ભરી પસાર થતી એક પિકઅપ ગાડીને પોલીસે અટકાવવા જતા ગાડીનો ચાલક ગાડી મૂકી ભાગી ગયો હતો
મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી રાખતા એક મહીન્દ્રા બોલેરો પીકપ ગાડી નંબર GJ-06-AT-2640 ના ચાલક પોતાના કબજાની પીકઅપ ગાડીના બોડીના ભાગે મૂંગા અબોલ ગૌવંસના પશુઓને પીકપ ગાડી મા ખિચોખીચ ભરી ટુંકી દોરી વડે બાંધી, તથા ખાવા માટે કોઇ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા નહી રાખી તેમજ પશુઓની હેરાફેરી કરવા માટે સક્ષમ અધિકારીનુ કોઇ પ્રમાણપત્ર કે બીજા કોઇ આધાર પુરાવા વાહનમાં નહી રાખી, કતલખાને લઇ જવાના ઇરાદાથી હેરાફેરી કરી ગૌવંશની ગાયો નંગ-૦૩ કિ.રૂા.૬૦,૦૦૦-તથા ગૌવંશ બળદો નંગ-૨ કિ.રૂા. ૪૦,૦૦૦ મળી કુલ પશુ નંગ-૫ કિ.રૂા.૧,૦૦,૦૦૦ ને અતિ ક્રુરતા પુર્વક ભરી લઇ જતા પીકપ ગાડીની કિમત રૂપીયા 3,૦૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિમત રૂપીયા ૪,૦૦,૦૦૦ નો મુદામાલ બીનવારસી મુકી નાસી જઇ ગુનો કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસ સી.ડી. પટેલ પીએસઆઈ, સાગબારા પોલીસ સ્ટેશન નાઓ કરી રહ્યા છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
