News of Monday, 8th July 2024
રામગઢમાં આગની ઘટનામાં નિરાધાર થયેલા પરિવારને બર્ક ફાઉન્ડેશન ટીમ મદદરૂપ બની
ઘણા વર્ષોથી બર્ક ફાઉન્ડેશનના સંચાલકો સેવાકીય પ્રવુત્તિ કરી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: નર્મદા જિલ્લામાં હાલ પડી રહેલા વરસાદમાં અનેક મૂંગા પશુઓના મોત થયા છે અને અમુક ઘર માં આગ ની ઘટના પણ બની છે જેમાં નાંદોદ તાલુકાના રામગઢ ગામમાં વરસાદ માં શોર્ટ સર્કિટ થતા એક ઘર માં આગ લાગી જેમાં ઘરમાં મુકેલો સામાન અનાજ સહિત બધું બળી જતા આ પરિવાર નિરાધાર બન્યું હતું પરંતુ આ બાબતની જાણ ગ્રુપના સુમિત્રાબેન નાઓ એ બર્ક ફાઉન્ડેશન સંસ્થાના સંચાલકો ને કરતા આ સંસ્થા પરિવારને મદદરૂપ બની હતી.
રામગઢમાં એક પરિવારના ઘરમાં આગ લાગવાથી ઘરવખરી સહિત તમામ સામાન બળી ગયો હોવાથી બર્ક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ પરિવાર ને જરૂરી અનાજ, કપડા, ધાબળા, સહિત ઘરનો સામાન આપવામાં આવ્યો હતો. આમ રાજપીપળા બર્ક ફાઉન્ડેશન ની ટીમ મદદરૂપ થતા આ સેવાકીય કાર્ય કરનાર સંસ્થા નો પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
