<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ર૧ લાખ વકીલ પરિવારોને વિમો-મેડીકલેઇમની સુવિધા મળશેઃ ર થી ૧૦ લાખની પોલીસી માટે વિચારણા

બાર કાઉ. ઓફ ઇન્‍ડીયા દ્વારા વકીલ પરિવારો સંબંધી માહિતી મંગાઇ

અમદાવાદ તા. ૮: બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા દવારા દેશના અંદાજે ર૧ લાખ ધારાશાષાીઓ અને તેમના પરિવારજનો માટે જીવન વીમા પોલિસી તથા મેડિકલેમની સુવિધા ઉભી કરવામાં આવશે. તે માટે બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાએ તાત્‍કાલિક ધોરણે તૈયાર કરાયેલી લિંકમાં વકીલોએ તેમની અને તેમના પરિવારજનોની માહિતી મોકલી આપવા તાકીદ કરી છે.

દેશના કાયદા વિભાગમાં બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા અને વિવિધ બાર કાઉન્‍સિલે વકીલોના વેલ્‍ફેર માટે રજુઆત કરી હતી. જેને ધ્‍યાનમાં રાખી કેન્‍દ્રના કાયદા વિભાગ દ્વારા વિવિધ બાર કાઉન્‍સિલના રોલ પર નોંધાયેલા અંદાજે ર૧ લાખ ધરાશાષાીઓ અને તેમના પરિવારજનો માટે મેડિકલેમ, લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ, ટ્રમ કલેમ વિગેરે સુવિધાઓ પૂરી પાડવા માટે એક સુચિત બિલ તૈયાર કરી રહ્યું છે, જેના માટે બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા દ્વારા મે ર૦ર૩થી દરેક બાર કાઉન્‍સિલને જાણ કરાઇ છે કે, તેમના રોલ પર નોંધાયેલા ધારાશાષાીઓએ પોતાની અને પોતાના પરિવારની માહિતી મોકલી આપવી કારણ કે તાત્‍કાલિક ધોરણે પ્રપોઝ બિલ બનાવવાનું હોવાથી અને વકીલોની યાદી ભેગી કરીને કેન્‍દ્ર સરકારના કાયદા વિભાગને મોકલવાની છે. બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા દ્વારા તૈયાર કરાયેલી લિંકમાં ધારાશાષાીઓએ તાકીદે માહિતી મોકલી આપવા માટે નિર્દેશ કર્યો છે.

બાર કાઉન્‍સિલના ચેરમેન જે. જે. પટેલ અને ફાઇનાન્‍સ કમિટીના ચેરમેન અનિલ કેલ્લાએ જણાવ્‍યું હતું કે, બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના રોલ પર ૧.ર૦ લાખ ધારાશાષાીઓ નોંધાયેલા છે. બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા દ્વારા વકીલોએ અને તેમના પરિવારજનોના વેલ્‍ફેર માટે જીવન વીમા પોલિસી અને મેડિકલેમ પોલિસી ઉતારવામાં આવશે. જેમાં બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા તથા સ્‍ટેટ બાર કાઉન્‍સિલનો નાણાકીય હિસ્‍સો રહેશે તેમજ જે ધારાશાષાીઓ બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા દ્વારા તૈયાર કરાયેલી પોતાના તેમજ તેમના પરિવારજનોની વિગતો મોકલી આપશે તો જ તેઓ હકદાર રહેશે. બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા દ્વારા આશરે રૂ. ર થી રૂ. ૧૦ લાખ સુધીની જીવન વીમા પોલિસી તેમજ મેડિકલેમ પોલિસીની રકમ સુધી ઉતારવા માટે વિચારાધીન છે.

(12:01 PM IST)