<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ચાતુર્માસને સફળ બનાવવા આનંદયાત્રા, અધ્‍યાત્‍મ યાત્રા અને અનુભૂતિયાત્રા જરૂરી છેઃ પૂ. ધીરગુરુદેવ

આગામી ચાતુર્માસ ધર્મનાથ સંઘ-બોપલ-અમદાવાદ અને ર૦ર૬માં એમ્‍બેવલી સી રુટીની ઘોષણા

રાજકોટ તા. ૮: કલકત્તા ખાતે નયન રમ્‍ય ધનધાન્‍ય ઓડિટોરિયમ-ડુંગવર દરબારમાં સંઘોના પ્રતિનિધિઓના જય ગુરુદેવના જયનાદ બંગાલી વેશભૂષામાં ગુરુ સ્‍વાગત બાદ લોગર-સ નૃત્‍ય અને દીપક ગોઠાણીના સ્‍વરે કોરસ ગીતની પ્રસ્‍તુતિ બાદ સંઘ પ્રમુખ અતુલ દોશીએ સહુને આવકાર્યા હતા.

પૂ. ગુરુદેવે જણાવેલ કે, ચાતુર્માસને સફળ બનાવવા હેપીનેસ-આનંદયાત્રા, સોલફુલનેસ-અધ્‍યાત્‍મયાત્રા અને સેલ્‍ફ લેસનેસ-અનુભૂતિ યાત્રામાં આગળ વધવા પુરૂષાર્થ કરવો જરૂરી છે.

ર૦ર૪માં આનંદ મંગલ ચાતુર્માસની ઘોષણા બાદ શ્રી ધર્મનાથ સંઘ-બોપલ, અમદાવાદના વિનુ કપાસી, મેહુલ ધોળકિયાએ નવનિર્મિત, કાઠિયાવાડ ભવનની ઉદ્દઘાટન વિધિ અને ચાતુર્માસની વિનંતિ કર્યા બાદ સાધુ મર્યાદાના આગાર સહિત ‘ધર્મ વિવેક' ર૦રપના ચાતુર્માસની અને અમીશા નીરજ વોરાની વર્ષોની વિનંતિનો સ્‍વીકાર કરી ર૦ર૬માં ‘સ્‍વાધ્‍યાય ચાતુર્માસ'ની એમ્‍બેવેલીસીટીમાં ઘોષણા કરતા અનેરો ઉમંગ છવાયો હતો.

(2:23 PM IST)