<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

સુરત જીલ્લા બ્રહ્મસમાજના તારલાઓનું સન્‍માન

સુરત : કામરેજ તાલુકા બ્રહ્મ સમાજ અને સુરત જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા મંછા બા હોલ ખાતે તેજસ્‍વી તારલાઓને સન્‍માનવાનો તથા ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો તેમાં બ્રહ્મસમાજના પ્રમુખ કમલેશ મહેતા, તાલુકાના પ્રમુખ ગિરધરભાઈ જોશી, ઉપપ્રમુખ મહામંત્રી વિવેકભાઈ ઓઝા, સહમંત્રી શુક્‍લાજી, બીજા મહામંત્રી મનોજ મહેતા તથા ગુજરાત સમસ્‍ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. કામરેજ બ્રહ્મસમાજના ભામાશા એ વિજયભાઈ પંડ્‍યા દ્વારા બે બ્રાહ્મણની દીકરીઓને દત્તક લેવાની જાહેરાત કરી હતી. અને બ્રહ્મસમાજના યુવા આગેવાન ભાવિકભાઈ ભટ્ટે સમાજને જ્‍યારે જરૂર પડે ત્‍યારે હું ઉપયોગી થઈશ એવી જાહેરાત કરી હતી શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્‍ય પ્રફુલભાઈ પાનસુરીયા તથા પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા શુભકામના પાઠવી હતી.

(2:59 PM IST)