News of Monday, 8th July 2024
એશિયન ગ્રેનિટીએ અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રીમીયમ એક્સપિરિયન્સ ગેલેરી ખુલ્લી મૂકી

(કેતન ખત્રી)અમદાવાદ :૪ જુલાઇ,-ટાઇલ્સ, માર્બલ્સ, ક્વા્ટઝ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ જેવી લકઝરી સરફેસ પ્રોડક્ટસની અગ્રણી બ્રાન્ડ એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડે (એજીએલ) અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રીમિયમ એક્સપિરિયન્સ ગેલેરીનું ઉદઘાટન કર્યુ હતું. અમદાવાદ એરપોર્ટના અરાઇવલ એરિયાના વ્યુહાત્મક સ્થળે સ્થિત આ નવીનતમ માર્કટિંગ પહેલ ઉધોગમાં નવા માપદંડો સ્થાપે છે.
ડિરેકટરશ્રી ભાવેક પટેલ, એસોસિએટ ડિરેકટરશ્રી શૌનક પટેલ-સીઓઓ-બાથવેર શ્રી પાથિર્વ દવે અને એસોસિએટ ડિરેક્ટર શ્રી કે. એમ. પટેલ દ્વારા અમદાવાદ એરપોર્ટના વરિષ્ઠ અધિકારીઓ અને એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડના સિનિયર લીડરશિપ ટીમની હાજરીમાં કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દશ્ય કંપનીની પ્રોડક્ટસ, ટકનોલોજીકલ અને નવીનતાની શ્રેષ્ઠતાને એક જગ્યાએ પ્રદર્શિત કરવાનો છે. આ અનોખી માર્કેટિગ પહેલ ઉધોગસાહસિકોમાં સૌપ્રથમ અપ્રતિમ લકઝરી અને અદ્યતન પ્રોડક્ટ અનુભવની શરૂઆત કરે છે, જે સમગ્ર ઉદ્યોગ સમુદાય, ડિઝાઇનર્સ અને મકાનમાલિકોને આકર્ષિત કરશે. તે માર્કેટિંગ વ્યૂહરચનામાં એક નવા માપદંડો સ્થાપિત કરે છે અને કંપનીને આ ક્ષેત્રે ગ્લોબલ લીડર તરીકે આગળ વધવા માટે સ્થાન આપે છે તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
