<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ઘરની બહાર સુતેલા યુવાનનું ચાર શખ્‍સોએ મારમારી હત્‍યા કરી

થોડા દિવસ પહેલા બાઇકની ચાવી આપવાની ના પાડતા ડખ્‍ખો થયો હતો : અમદાવાદનો બનાવ

અમદાવાદ, તા. ૮  : શહેરમાં ન્‍યુ રાણીપ વિસ્‍તારમાં એક યુવાન ઘરની બહાર સૂતો હતો ત્‍યારે ૪ અજાણ્‍યા શખ્‍સોએ તેના ઉપર હુમલો કર્યો હતો અને ઇજાગ્રસ્‍ત યુવાનને સારવાર ખાતે લઇ જતા આ યુવાનનું મોત નિપજયું હતું.

ગત શનિવારે સવારે સાડા ચાર વાગ્‍યે ન્‍યુ રાણીપ વિસ્‍તારમાં મહાકાળી મંદિરના ઓટલા ઉપર અમરજીત ચૌહાણ નામનો યુવાન ગરમી લાગવાથી તે મંદિરના ઓટલા ઉપર સૂતો હતો. ત્‍યારે ચાર અજાણ્‍યા શખ્‍સે તેના ઉપર હુમલો  કરી લાકડીઓથી માર માર્યો હતો. અને માથા ઉપર ગંભીર ઈજા પહોંચી હતી. અને બુમા બુમ કરતા આસપાસના લોકો ત્‍યા પહોંચી ગયા હતા. અને ચાર શખ્‍સે ઘટના સ્‍થળ પરથી ભાગી ગયા હતા. અને અમરજીતને હોસ્‍પિટલમાં  સારવાર ખાતે લઈ ગયા હતા. સારવાર દરમિયાન મોત થયું હતુ.

તપાસ કરતા ખબર પડી કે ૪ શખ્‍સ જેને હુમલો કર્યો હતો તેનું નામ અજય ઠાકોર, રાહુલ ઠાકોર, પપ્‍પુ ઠાકોર અને કાર્તિક આ ચાર શખ્‍સે સામે થોડા દિવસ પહેલા રાહુલ ઠાકોરે અમરજીત પાસે બાઈકની ચાવી માંગી હતી. પણ અમરજીતે ના આપતા બંન્ને વચ્‍ચે ઝગડો થયો હતો. તેથી અમરજીત ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:22 PM IST)