<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

અમદાવાદમાં વધુ બે હિટ એન્‍ડ રન : યુવક-વૃધ્‍ધના મોત

રિવરફ્રન્‍ટ પર કાર નીચે યુવકને ઢસડતાં મોત : ટ્રકે વૃધ્‍ધને કચડયાં

અમદાવાદ, તા.૮: અમદાવાદમાં એક જ દિવસમાં હિટ એન્‍ડ રનની બે ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્‍યો હતો. જેમાં રિવરફ્રન્‍ટ પીકનીક હાઉસ પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારી કાર નીચે ૫૦ ફૂટ ઢસડતા યુવકનું મોત થયું હતું. જ્‍યારે વષાાલ રિંગરોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા ટાયર નીચે આવી જતાં વળદ્ધનું મોત નીપજ્‍યું હતું. બન્ને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ચાંદખેડામાં રહેતા અને આશ્રમ રોડ ઉપર કારના શોરુમમાં નોકરી કરતો યુવક શનિવારે  રાત્રે બાઇક લઇને રિવરફ્રન્‍ટ ઉપરથી ઘરે જતા હતા. ત્‍યારે પીકનીક હાઉસ ત્રણ રસ્‍તા પાસે પહોચ્‍યા તે સમયે પૂર ઝડપે આવી રહેલા કાર ચાલકે તેમના બાઇકને ટક્કર મારતા બાઇક કારમાં ફસાઇ જતા યુવક ૫૦ ફૂટ ઢસડાયો હતો.

બાઈક પણ અડધો કિલો મીટર સુધી ઢસડાયું હતું અને કારચાલક ત્‍યાંથી નાસી ગયો હતો. અકસ્‍માતને પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા યુવકને સારવાર સિવિલ હોસ્‍પિટલમાં લઇ જવાતા ફરજ પરના ડોકટરે તેમને મળત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટ્રાફિક બી ડિવિઝન પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

(3:25 PM IST)