News of Monday, 8th July 2024
હવામાન વિભાગ દ્વારા આગાહી : આજે સુરત, દાહોદ, નવસારી અને વલસાડમાં અતિભારે જ્યારે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા અને અમરેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા : કાલે 9 છોટા ઉદેપુર, પંચમહાલ અને નર્મદામાં ભારે વરસાદની સંભાવના
10 થી 14 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં હળવા થી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી : સર્વત્ર મેઘરાજાના વિરામ વચ્ચે મિશ્ર હવામાન યથાવત

અમદાવાદ તા.૮ : છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે સુરત, દાહોદ, નવસારી અને વલસાડમાં અતિભારે જ્યારે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા અને અમરેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આવતીકાલે 9 જુલાઈના રોજ છોટા ઉદેપુર, પંચમહાલ અને નર્મદામાં ભારે વરસાદ થઇ શકે છે.
8 જુલાઈના રોજ આજે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં અતિભારે જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ગાંધીનગર, ભરૂચ, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઇ શકે છે. તેમજ કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
9 જુલાઈના રોજ દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, વડોદરા, ભરૂચ, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
10થી 14 જુલાઈ દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
