News of Monday, 8th July 2024
સુરત :વિદ્યાર્થીઓને લઈને શાળાએ જતી ઇકો કાર પલટી મારી જવાની ઘટનામાં ચાલકની ધરપકડ કરી કાર્યવાહી
ઈજાગ્રસ્ત 6 પૈકી 4 બાળકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

સુરત જિલ્લામાં બાળકોને શાળાએ મુકવા જતી સ્કૂલ વાન પલટી જવાની ઘટના સામે આવી છે. મુળદ પાટિયા નજીક વહેલી સવારે વિદ્યાર્થીઓને લઈને શાળાએ જતી ઇકો કાર પલટી મારી ગયી હતી.
ઇકો કારમાં 9 વિદ્યાર્થીઓ સવાર હતા જે પૈકી 6 ને ઈજા થઇ હતી જે પૈકી 4 બાળકોને હાલ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો બીજી તરફ પોલીસે વાન ચાલકની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે ડીવાયએસપી આરઆર સરવૈયાએ જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં કીમ પોલીસ મથકની હદની અંદર આજે સવારે લગભગ 7.30 વાગ્યાના અરસામાં મૂળદ ગામમાં આવેલી વીકેર સ્કુલના 9 બાળકોને લઈને બંટી શર્મા પોતાની સ્કુલવાન ઇકો વાનમાં લઈને સ્કુલે જવા માટે નીકળ્યો હતો.
કીમથી નીકળી ડોલાવ ગામમાંથી અન્ય બાળકોને પણ સ્કુલવાનમાં લેવાનો હતો એ દરમ્યાન વાન હાઈવે ઉપર હતી ત્યારે મૂળદગામ પાસે એક બસ જયારે ટન લઇ રહી હતી ત્યારે ઇકો ગાડીનો ચાલક અત્યંત સ્પીડમાં હતો એના કારણે બસની પાછળના ભાગે ગાડી ટચ થઇ એટલે પલટી મારી ગયી હતી.
વાન પલટી ખાઈને રોડની સાઈડમાં ખાળિયાની અંદર પડી ગયી હતી. અકસ્માત બાદ ત્યાં આજુબાજુના લોકોએ ભેગા થઈને બાળકોને સ્કુલવાનમાંથી બહાર કાઢ્યા હતા. 9 બાળકો પૈકી 6 બાળકોને ઈજા થઇ હતી એમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા હતા સ્થાનિક પોલીસને જાણ થતા કીમ પોલીસનો સ્ટાફ પણ બનાવવાળી જગ્યા પર પહોચ્યો હતો.
શીક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે ઇકો વાન દ્વારા સ્કુલના 9 વિદ્યાર્થીને લઈને જઈ રહ્યો હતો ત્યારે ઇકો વાન પલટી ખાઈ ગયી અને 6 બાળકોને નાની-મોટી ઈજા થઇ છે અને બધા બાળકો સ્વસ્થ છે.
પોલીસ સંપૂર્ણ પણે તપાસ કરી રહી છે. સામેથી બસ આવતી હતી ત્યારે બસ રોંગ સાઈડમાં છે કે ઇકો રોંગ સાઈડમાં છે એ બધી જ તપાસ કરીને એના એક્શન લેવામાં આવશે. પંદર દિવસ પહેલા પણ બે દીકરો વાનમાંથી પડી ગયી હોવાનો બનાવ સામે આવ્યો હતો મીડિયાએ આ ઘટના બતાવીને વાલીઓને જાગૃત કરવાનો એક સારો પ્રયાસ મીડિયા દ્વારા કરવામાં આવ્યો હતો.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
