News of Monday, 8th July 2024
ઠગ ટોળકીનો નવો કીમિયો : CBI માંથી બોલું છું, તમારા બાળકનું અમે રેસ્કયું કર્યું છે, રૂપિયા આપી છોડાવી જાવ
રાજપીપળાના એક જાણીતા પત્રકારના બાળક માટે સીબીઆઇના નામે ઠગનો ફોન આવ્યો પણ સફળ ના રહ્યો :અવનવા કિમિયા વાપરી લોકોને ઠગી રૂપિયા પડાવતા તત્વો આમાં સફળ નહિ થતા પત્રકારને ફોન ઉપર અપશબ્દો બોલવા લાગ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:આખા દેશમાં ઠગ લોકો સાઈબર ક્રાઇમ કરી રહ્યા છે જેમાં લોકોના લાખો રૂપિયા પડાવી લેવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે પોલીસ પણ આ બાબતે સતર્ક થઈ અનેક જાગૃતિ ના કાર્યક્રમો કરી રહી છે, પરંતુ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે એ ઉકિતની જેમ લોકો ભૂલ કરી રહ્યા છે. પરંતુ રાજપીપળાના એક જાગૃત જાણીતા પત્રકાર આ ઠગને મચક નહિ આપતા ઠગ તેના મનસૂબામાં સફળ નહિ થતાં અકળાઈ ઉઠ્યો અને પત્રકારને ફોન ઉપર અપશબ્દો બોલી ફોન મૂકી દીધો હતો
પત્રકાર ઉપર આવેલા ફોનમાં સામા વાળા ઠગે જણાવ્યું કે હું CBIમાંથી બોલું છું તમે તમારા છોકરાનું ધ્યાન રાખતા નથી માટે અમે તેનું રેસ્ક્યુ કર્યું છે અને આવા સાત બાળકોનું રેસક્યું અમે કર્યું છે. તમે તમારા બાળકને લેવા માટે અમારા ગૂગલ પે નંબર ઉપર રૂપિયા નાખી આપો ત્યારબાદ તમારું બાળક મળશે. જેથી પત્રકારે જણાવ્યું કે તમને સરકાર પગાર નથી આપતી સેના રૂપિયા આપ માંગો છો ..? એમ જણાવતાં ઠગે જણાવ્યું અમને પગાર તો મળે છે પણ આ તમારા બાળકના રેશક્યું માટેનું મહેનતાણું છે, તે આપ્યા બાદ જ તમને બાળક મળશે
. ત્યારબાદ પત્રકારે પગારનો મુદ્દો જ પકડી રાખતા ઠગ અકળાઈ ઉઠ્યો અને અપશબ્દો બોલી ફોન મૂકી દીધી હતો.
આ ઘટનામાં પત્રકાર સાથે ઠગ વાત કરતો હતો ત્યારે તેનો પુત્ર તેમની પાસે હોવાથી ઠગ ની વાત ખોટી સાબિત થઈ અને જાગૃત વાલી અને પત્રકારે આ ઠગને તેના મનસૂબામાં સફળ નહિ થવા દીધો. લોકોએ પણ આમ જ જાગૃત થઈ આવા લોકોને મચક નહિ આપી ખોટા પ્રલોભનો કે લાલચમાં નહિ આવવું જોઈએ
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
