<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

રાજપીપળામાં ભૂગર્ભ ગટર લાઇન નાખ્યાં બાદ ખુલ્લી ગટરોમાં વનસ્પતિ ઉગી નીકળી : ઝેરી જીવજંતુનો ભય

ભૂગર્ભ ગટરના હજુ ઠેકાણા પડ્યા નથી અને જૂની ખુલ્લી ગટરો બંધ કરી દેતા ગંદકી અને જીવજંતુના કારણે સ્થાનિકોમાં રોષ:ખુલ્લી ગટરો પૂરી ભૂગર્ભ ગટરો યોગ્ય રીતે ચાલુ કરાઈ એવી માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટમાં જવાબદાર સત્તાધીશો મગનું નામ મરી પાડવા તૈયાર નથી એમ એક બાદ એક સમસ્યા આવવા છતાં કોઈજ જોનાર નથી ત્યારે વેરો ભરતી પ્રજા આવી ઢીલી કામગીરી થી તોબા પોકારી ઉઠી છે
   રાજપીપળા શહેરના ભૂગર્ભ ગટર લાઇનો નાંખી છે ત્યારે જૂની ખુલ્લી ગટરો નહિ પુરાતા આ ગટરો માં વનસ્પતિ ઉગી નીકળી હોવાથી ત્યાં ઝેરી જીવજંતુ ભરાઈ જતાં અનેકવાર કાન પીછડો, વાંદા, મંકોડા સહિત ક્યારેક સાપ પણ ભરાઈ રહેતા હોય જ્યારે આ જીવજંતુ બહાર નિકળે ત્યારે લોકોના ઘરમાં કે ઓટલા ઉપર ભરાઈ જાય છે અને ઘર માલિકની નજર પડે તો તેનો ઉકેલ લાવે છે પરંતુ ક્યારેક કોઈને કરડી જાય તો જીવલેણ સાબિત થાય તેવી સ્થિતિ હોય માટે ખુલ્લી ગટરો નું પુરાણ કરી તેને બંધ કરવામાં આવે અને એ પણ પહેલા ભૂગર્ભ ગટર યોગ્ય રીતે ચાલુ કર્યા બાદ આ કામગીરી આખા શહેર માં કરાઈ એ જરૂરી છે.

(10:54 PM IST)