News of Monday, 8th July 2024
વેરીસાલપરા ગામમાં વાડ બનાવવા બાબતે મહિલાઓ વચ્ચે માથાકુટ : ચપ્પુ, દંડા વડે માર મારી ઇજા કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં વેરીસાલપરા ગામમાં નજીવી બાબતે મારામારી કરનાર પરિવાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર રમણીબેન પુનીયાભાઇ વસાવા (રહે.વેરીસાલપુરા, (નિશાળ ફળીયું) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તા.૦૬/૦૫/૨૦૨૪ ના રોજ સાંજના પોતાના ઘરની બાજુમાં આવેલ કપાસના વાવેતર વાળા વાડામાં વાડ બનાવતી વખતે ઘરની બાજુમાં રહેતી આશાબેન નરેશભાઇ વસાવા ત્યાં આવીને લાકડીથી એક સપાટો પીઠ પાછળ મારી દિધેલ અને તેનું ઉપરાણું લઈ આરોપી તેમના દિકરા નિલેશભાઇ નરેશભાઇ વસાવા તથા અંકિતભાઈ નરેશભાઇ વસાવા પણ ત્યાં આવી તેમને ગાળો આપી અંકિતભાઇ નરેશભાઇ વસાવાએ તેના હાથમાંના ચપ્પુ વડે જમણા હાથે ઘા કરતા તેઓ બુમાબુમ કરતા તેમના પતિ પુનીયાભાઈ નથવાભાઇ વસાવા તેમને બચાવવા વચ્ચે પડતા પતિને પણ નિલેશભાઇ નરેશભાઇ વસાવા નાએ વાંસના ઠંડા વડે માર મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી એક બીજાની મદદગારી કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
