<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

લાછરસ ગામમાં ઘર આગળ પાર્ક કરેલી મોટરસાઇકલ ની ચોરી : જિલ્લામાં બાઈક ચોરીની બીજી ઘટના

નર્મદા જિલ્લામાં બાઈક ચોર ગેંગ ફરી સક્રિય થઈ હોય તેમ એક બાદ એક બાઈકોની ચોરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં બાઈક ચોરી ની એક બાદ એક ઘટના પોલીસ ચોપડે નોંધાતા બાઈક ચોર ગેંગ ફરી સક્રિય થઈ હોવાનું લાગી રહ્યું છે.
    પ્રાપ્ત વિગતો અનુસાર ગામમાં અનાજ કરિયાણા ની દુકાન ચલાવતા સાવરલાલ ભોલારામ ગુર્જર,( રહે. લાછરસ તા.નાંદોદ જી.નર્મદા મૂળ રહે, સાલીયા તા.મંડલ કીડીમાલ જી. ભીલવાડા (રાજસ્થાન ) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ ગઈ તા.૦૨/૦૭/૨૦૨૪ થી તા.૦૩/૦૭/ ૨૦૨૪ દરમ્યાન તેમની હીરોહોંડા સ્પ્લેન્ડર પ્લસ ગાડી નં.GJ-16-BC-9437 કિ,૨૫,૦૦૦  ની ઘર આગળ પાર્ક કરેલ હતી એ મોટર સાઇકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.
  અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા નાંદોદ તાલુકાના વાવડી ગામથી પણ એક બાઈક ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ થઈ હતી ત્યારબાદ હાલ આ બીજી બાઈક ચોરીની ફરિયાદ નોંધાતા હાલ જિલ્લામાં બાઈક ચોર ગેંગ સક્રિય થઈ હોવાનું જણાઇ રહ્યું છે

(10:57 PM IST)