News of Monday, 8th July 2024
એકતાનગર જંગલ સફારી ગોલ્ફ કારના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા MLA એ ટકોર કરી
થોડાક દિવસો પહેલા આ પ્રશ્નનોના નિરાકરણ માટે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે દરમિયાનગીરી કરી હતી:અધિકારીઓ દ્વારા કર્મચારીઓને ન્યાય નહિ મળતા ધારાસભ્યએ ફરી અધિકારીઓને ટકોર કરવા જણાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખને થોડાક દિવસ પહેલા એકતાનગર ખાતે જંગલ સફારી ગોલ્ફ કારમાં નોકરી કરતા કામદારોના પ્રશ્નો બાબતની રજૂઆત મળતા તેમણે તાત્કાલિક આ બાબતનું નિરાકરણ લાવવા અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી જેમાં અધિકારીઓ એ આ માટે સુખદ સમાધાન કરીશું તેમ ધારાસભ્ય ને જણાવ્યું હતું, પરંતુ આજદિન સુધી ગોલ્ફ કારના કર્મીઓને ન્યાય નહિ મળતા ધારાસભ્યએ અધિકારીને ટકોર કરવા જણાવ્યું હતું.
મળતી વિગતો અનુસાર કેવડીયા કોલોની (એકતાનગર) ખાતે જંગલ સફારી ગોલ્ફ કારમાં નોકરી કરતા ૨૦ જેવા ડ્રાઇવરોના પ્રશ્નો બાબતની જાણ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખને થતા તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંના અધિકારી તેમજ તંત્ર સાથે બેસીને કામદારોના પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ લાવવા વાત કરી હતી પરંતુ આજદિન સુધી તેમના પ્રશ્નોનું કોઈજ નિરાકરણ નહિ આવવાની વાત ધારાસભ્ય પાસે પહોંચતા તેમણે આ મુદ્દે જંગલ સફારી ના અધિકારી ને ફરી ટકોર કરી આ બાબતે તાત્કાલિક નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ગોલ્ફ કારના 20 જેટલા ચાલકોએ એવી રજૂઆત કરી હતી કે ત્યાંની 20 જેવી ગોલ્ફ કાર પૈકી મોટાભાગની કાર માં કોઈકને કોઈક ખામી છે એના કારણે ક્યારેક કોઈ અકસ્માત કે અન્ય કંઈ મુશ્કેલી નડે તો ચાલકો પર જવાબદારી આવી પડે માટે તકલીફ વાળી બધી કારની મરામત કરવો.. આ રજૂઆત બાદ ચાલકો ને છૂટા કરવાની વાત જાણવા મળતા ચાલકો એ ધારાસભ્ય ડૉ. દર્શનાબેનને રજૂઆત કરતા અધિકારીઓ એ નમતું જોખી છુટા નહિ કરી કાર રિપેર કરાવીશું એમ જણાવ્યું હતું પરંતુ આજદિન સુધી આ ચાલકો ફરજ ઉપર જાય તો ખાલી બેસાડી રાખે છે, તેમને પગાર મળશે કે નહિ એ બાબતે પણ કોઈ જ સ્પષ્ટતા કરતા નથી અને કેટલાક નવા ડ્રાઇવરો પણ લીધા હોવાનું જાણવા મળ્યું છે. હવે ધારાસભ્ય અધિકારીને ટકોર કરશે ત્યારબાદ ચાલકો નું શું થશે એ જોવું રહ્યું.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
