<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ: સૌથી વધુ લોધીકામાં 5 ઇંચ ખાબક્યો

વેરાવળમાં 4.9 ઈંચ,વંથલી અને માણાવદરમાં 4.5 ઈંચ.બનાસકાંઠાના ભાભરમાં ચાર ઈંચ વરસાદ

 અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં 4.9 ઈંચ વરસાદ વરસ્યો છે. વંથલી અને માણાવદરમાં 4.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. બનાસકાંઠાના ભાભરમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે

 રાજયના  8 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 12 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

(11:02 AM IST)