<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

પ્રેસ કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાની પેટાસમિતિ ગુજરાતની મુલાકાતે

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૧૦: પ્રેસ કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની રાષ્ટ્રીય કક્ષાની પેટા સમિતિ હાલ ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે છે. દરમિયાન મંગળવારે આ સમિતિના સભ્‍યોએ રાજયના માહિતી નિયામક સહિતના માહિતી ખાતાના અધિકારીઓ તેમજ ગુજરાત પ્રેસ એક્રેડિટેશન સલાહકાર સમિતિના સભ્‍યો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સમિતિએ ગુજરાત રાજયમાં પત્રકારો માટેના એક્રેડિટેશન કાર્ડ અંગેના નિયમોની વિગતવાર માહિતી મેળવી, આ અંગે વિશદ ચર્ચા કરી હતી. તદુપરાંત, ગુજરાત પ્રેસ એક્રેડિટેશન સલાહકાર સમિતિ તેમજ સ્‍થાનિક પત્રકારો પાસેથી સૂચનો મેળવ્‍યા હતા, જયારે સમિતિ દ્વારા કેટલાંક જરૂરી સૂચનો પણ કરવામાં આવ્‍યાં હતાં.

(12:15 PM IST)