News of Wednesday, 10th July 2024
ટ્રસ્ટો દ્વારા સંચાલિત રાહતદરના છાત્રાલયોને ૧૨% જી.એસ.ટી. મુકિતઃ વિદ્યાર્થીઓને રાહત
નરહરિ અમીને સરકાર અને સંસદમાં કરેલ પ્રયાસો સફળ

રાજકોટ તા.૧૦: હોસ્ટેલ/આવાસ સંબંધિત સેવાઓ માટે અગાઉ GST કાઉન્સીલ દ્વારા ૧૨% પ્રમાણે GST નો દર નક્કી કરવામાં આવ્યો હતો. તેના અનુસંધાને સંસદસભ્ય નરહરિ અમીને રાજ્યમાં ચેરિટેબલ ટ્રસ્ટો દ્વારા સંચાલિત ગરીબ અને મધ્યમવર્ગોનાં વિધાર્થીઓ પાસેથી ઓછી ફી લઈને સેવાકીય પ્રવળત્તિથી ચાલતી હોસ્ટેલોને જી. એસ. ટી. નાં પ્રવર્તમાન દરોમાંથી મુક્તિ આપવા બાબતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન સમક્ષ જૂન, ૨૦૨૩ માં રજૂઆત કરી હતી. આ ઉપરાંત સંસદસભ્ય નરહરિ અમીને ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ રાજ્યસભાની કાર્યવાહી દરમ્યાન ઝીરો અવર્સમાં પણ આ મુદ્દાને રજૂ કરી મુક્તિ આપવા રજૂઆત કરી હતી. તેને સફળતા મળી છે.
તા.૨૨/૦૬/૨૦૨૪ નાં રોજ નાણાંમંત્રી શ્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપણાં હેઠળ નવી દિલ્હી ખાતે જી. એસ. ટી. કાઉન્સીલની ૫૩ મી બેઠક મળી હતી. બેઠકમાં ઉક્ત રજૂઆત પરત્વે હકારાત્મક વિચારણા કરીને જી.એસ.ટી કાઉન્સીલ દ્વારા ભલામણ કરવામાં આવી છે કે, દરેક વિદ્યાર્થીદીઠ માસિક રૂ. ૨૦,૦૦૦/- સુધી ની ફી લઇને હોસ્ટેલ/આવાસ સુવિધા આપવામાં આવતી હોય અને આવી આવાસ સેવા ન્યૂનતમ ૯૦ દિવસની પૂરી પાડવામાં આવી હોય તો આવી હોસ્ટેલ ને જી.એસ. ટી માંથી મુક્તિ આપવામાં આવશે. ભૂતકાળના કેસોને પણ આ ભલામણ નો લાભ આપવામાં આવશે. ભારતસરકાર આ નિર્ણયના કારણે ગુજરાતનાં મોટા અને વિકસિત શહેરોમાં આવેલ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક ટ્રસ્ટો દ્વારા સંચાલિત અને ફક્ત સેવાકીય ભાવનાથી જ ચલાવવામાં આવતી હોસ્ટેલોમાં રહી અભ્યાસ અભ્યાસ કરતાં કરત મધ્યમ વર્ગનાં ધણા છોકરા-છોકરીઓને લાભ મળશે. તેમ નરહરિ અમીન (મો.૯૮૨૫૦ ૦૬૬૬૭) જણાવે છે.
નરહરિ અમીને હોસ્ટેલોમાં રહેતા મધ્યમ/ગરીબ વર્ગના વિધાર્થી-વિદ્યાર્થિનીઓ માટે સકારાત્મક નિર્ણય લેવા બદલ ખાસ કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્ર સરકારમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનનો અને ભારત સરકાર જી.એસ. ટી કાઉન્સીલનાં સભ્યો આભાર વ્યક્ત કર્યો છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
