News of Wednesday, 10th July 2024
ગુજરાતના ૩ર જીલ્લાનાં ૧૬ર તાલુકામાં હળવો ભારે વરસાદ
આજે પણ કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ : હવામાન વિભાગની આગાહી

રાજકોટ, તા. ૧૦ : રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨ જિલ્લામાં વરસાદ નોંધાયો છે અને ૧૬૨ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજકોટના લોધિકા અને ગીરસોમનાથના વેરાવળમાં સૌથી વધુ ૫ ઇંચ વરસાદ થયો છે.ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી ગયો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૨ જિલ્લાના ૧૬૨ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધીકા તાલુકામાં સૌથી વધુ ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ગીરસોમનાથના વેરાવળ તાલુકામાં ૫ ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલી અને માણાવદરમાં ૪.૫ ઈંચ વરસાદ અને માળીયાહાટીના તાલુકામાં ૪.૧ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય ૫૫ તાલુકાઓમાં ૧ થી ૪ ઈંચ વરસાદ વરસ્યો છે.૩૨ જિલ્લાના ૧૬૨ તાલુકામાં મેઘ મહેર
જામનગરના કાલાવડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. તો પોરબંદરના સુદામા ચોક, ખાદી ભવન, એમ.જી રોડ, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો.રાજ્યમાં ગઈકાલે સવારે ૬ વાગ્યાથી સાંજે ૮ વાગ્યા સુધીમાં ૧૩૮ તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ લોધીકામાં સવા ૫ ઈંચ વરસાદ ખાબકયો, પાટણ-વેરાવળમાં ૪.૫ ઈંચ, ભાભરમાં ૪ ઈંચ, લાઠીમાં ૩.૫ ઈંચ, ધોરાજીમાં ૩.૫ ઈંચ, મહેમદાવાદમાં ૩ ઈંચ, બગસરામાં પોણા ૩ ઈંચ, નખત્રાણામાં ૨.૫ ઈંચ, માતરમાં સવા ૨ ઈંચ, જામ કંડોરણામાં સવા ૨ ઈંચ વરસાદ નોંધાયો. ઉલ્લેખનીય છે કે આગામી ૭ દિવસ માટે વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જે અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. ત્યારે આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવેલું છે
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
