<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

નાણામંત્રી નિર્મલા સીતારામનનો ડીપ ફેક વિડીયો ટ્‍વીટર હેન્‍ડલ દ્વારા વાયરલ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ચિરાગ પટેલ નામના શખ્‍સ સામે ગુન્‍હો દાખલ થતાં ખળભળાટ

ચિરાગ પટેલ નામના શખ્‍સ દ્વારા વાયરલ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલતા ભારતીય ન્‍યાય સંહિતાની ૨૦૨૩ની કલમ ૬૬ડી મુજબ ગુન્‍હો નોંધી વિશેષ તપાસ પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, જેસીપી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાનના નેતૃત્‍વમાં એસીપી ભરત પટેલને સુપ્રત : અકિલા સાથે ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાનની વાતચીત

રાજકોટ તા. ૧૦ : ગુજરાત સહિત દેશભરમાં સાયબર ક્રાઇમ માફીયાઓ ભયજનક બન્‍યા હોવાથી ગુજરાતની અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચ, સાયબર ક્રાઇમ બ્રાન્‍ચ વધુને વધુ ટેકનોલોજી અને યુવા તજજ્ઞો સાથે ફૂલપ્રૂફ બનાવવા પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ દ્વારા ચાલી રહેલી કવાયત રંગ લાવી રહી છે. 

ગુજરાતમાંથી દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારામનનો ડીપ ફેંક તરીકે જાણીતા વિડિયો દ્વારા ડીપ ફેંક વિડિયો દ્વારા કેટલીક વિવાદાસ્‍પદ બાબતો વાયરલ કરવા અંગે ચિરાગ પટેલ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા ગુન્‍હો નોંધવામાં આવ્‍યો હોવાનું અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચના ડીસીપી અજિત રાજિયાને અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

ડીસીપી અજિત રાજિયાને વિશેષમાં જણાવેલ કે ચિરાગ પટેલ નામના શખ્‍સ દ્વારા પોતાના ટ્‍વીટર હેન્‍ડલ દ્વારા આ ડીપ ફેંક વિડિયો જાહેર કરવામાં આવતા જ સીપી, ક્રાઇમ બ્રાન્‍ચ વડાના માર્ગદર્શનમાં અમારી ટીમ એક્‍ટિવ. થયેલ, અને બનાવની ગંભીરતા સમજી આ મામલાનું સુકાન સિનિયર આઇપીએસ અધિકારીઓના માર્ગદર્શનમાં એસીપી ભરત પટેલને સુપ્રત થતાં ગુન્‍હો દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.

અત્રે એ યાદ રહે કે વડા પ્રધાનના ડિજિટલ ઇન્‍ડિયાનાં સ્‍વપ્‍ન સાયબર માફીયાઓ દ્વારા છિન્ન ભીન્ન ન થાય તે માટે પૂરતી તકેદારી લેવામાં આવે છે, હની ટ્રેપ સહિત , ડિજિટલ એરેસ્‍ટ જેવા તુત શરૂ થયા છે ત્‍યારે લોકોએ ગભરાયા વગર સાયબર ક્રાઈમ પોલીસ મથકનો કોન્‍ટેક્‍ટ કરવાથી તેમની સમસ્‍યા દૂર થશે તેમ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવ્‍યું છે

(1:27 PM IST)