<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

કાયદો છતાં નાણાં ધિરધારનો ધંધો કરનારા રજીસ્‍ટ્રેશનથી દૂર ભાગે છે

સિકયોરિટી સાથે વાર્ષિક ૧૨ ટકા અને વિના ૧૫ ટકા વ્‍યાજ લઇ શકાય છે પરંતુ વ્‍યાજખોરો અનેકગણું વસૂલ કરે છે

અમદાવાદ, તા.૧૦: રાજયમાં નાણાં ધિરધારનો ધંધો કરતાં વ્‍યાજખોરોની સંખ્‍યા કેટલી છે તેવું વિભાગના એક અધિકારીને પૂછતાં તેમણે જણાવ્‍યું હતુ કે આ વ્‍યવસાયનો કોઇ ચોક્કસ આંકડો સરકાર પાસે નથી, કારણ કે જેમની પાસે સંપત્તિ છે તેઓ નાણાં ધિરધારનો ધંધો હોય છે અને તેનું કોઇ રજીસ્‍ટ્રેશન હોતુ નથી

રાજય સરકારે ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબત અધિનિયમ ૨૦૧૧ અને નિયમો ૨૦૧૩ અંતર્ગત રાજયમાં ધીરધારની પ્રવૃત્તિનું નિયમન કરવામાં આવે છે પરંતુ આ કામગીરીમાં લોકો રજીસ્‍ટ્રેશન કરાવતા હોતા નથી. રાજયના ૩૩ જિલ્લા મુખ્‍ય શહેરો સહિત ૩૪ ડીસ્‍ટ્રીકટ શોર્ટકોડ જાહેર કરવામાં આવેલા છે. આ કામગીરી રજીસ્‍ટ્રાર જનરલ ઓફ મની લેન્‍ડર્સ દ્વારા થતી હોય છે.

ગુજરાતમાં જો નાણાં ધીરધારનો ધંધો કરવો હોય તો રજીસ્‍ટ્રેશન ફરજીયાત છે પરંતુ ઘરેલું મામલામાં લોકો રજીસ્‍ટ્રેશન કરાવતા હોતા નથી. સરકારના કાયદા પ્રમાણે કોઇ વ્‍યકિતને વ્‍યાજે રૂપિયા આપવા હોય તો રજીસ્‍ટ્રેશન કરાવવું જરૂરી છે.

કાયદામાં એવી પણ જોગવાઇ છે કે ગુજરાતમાં મની લેન્‍ડર વ્‍યકિત સીકયોરીટી આપવા પર વધુમાં વધુ વાર્ષિક ૧૨ ટકા વ્‍યાજ લઇ શકે છે અને સીકયોરીટી વિના રૂપિયા રૂપિયા આપવામાં વાર્ષિક ૧૫ ટકા વ્‍યાજ લઇ શકાય છે પરંતુ નિર્ધારિત વ્‍યાજદર કરતા અનેકગણાં દરે વ્‍યાજખોરો વ્‍યાજ વસૂલ કરી મિલકતો જપ્‍ત કરી લેતા હોય છે.

(2:01 PM IST)