News of Wednesday, 10th July 2024
નારાયણ દ્વારા નારાયણ સ્કોલાસ્ટિક એપ્ટિટયુટ ટેસ્ટ લોન્ચ

(કેતન ખત્રી દ્વારા)અમદાવાદઃ નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ (NSAT 2024) ની ૧૯મી આવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં રૂ. ૧ કરોડ રોકડ સુધીના પુરસ્કાર પ્રાપ્ત કરી શકાશે. વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સુકતાપૂર્વક રાહ જોવાતી આ વાર્ષિક પરીક્ષાનો હેતુ સમગ્ર દેશમાં શૈક્ષણિક પ્રતિભાને પ્રેરણા આપી, પુરસ્કાર દ્વારા સમ્માનિત કરવાના છે. NSAT ધોરણ ૫ થી ૧૧ (વિજ્ઞાન) ના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની તક આપે છે, જેમાં જ્ઞાન સહિત, વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યા હલ કરવાની કુશળતાનું પરીક્ષણ છે. NSAT ૨૦૨૪ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા પ્રેરે છે. ૩૦૦ થી વધુ શહેરોમાં પહોંચીને, આ પરીક્ષા વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક કુશળતા દર્શાવવા માટે આવકારે છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને ફોર્મેટમાં ઉપલબ્ધ NSATપરીક્ષા તમામ સહભાગીઓ માટે સુવિધા અને સુલભતા સુનિશ્ચિત કરે છે.NSAT ની લોકપ્રિયતા દર વર્ષે વધે છે. ગત વર્ષમાં ૨.૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ તેમનું શૈક્ષણિક સમર્પણ દર્શાવ્યું હતું. NSAT૨૦૨૪નો ઉદ્દેશ્ય આ સંખ્યાઓને વટાવીને વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આકર્ષિત કરવાનો છે જે શૈક્ષણિક જગતમાં તેમની પ્રતિભા દર્શાવવા માટે તત્પર છે. ઓફલાઇન પરીક્ષાઓ ૬ ઠ્ઠી અને ૨૦મી ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ યોજાશે, જયારે ઓનલાઈન પરીક્ષાઓ ઓક્ટોબર ૭ થી ૧૧મી અને ઓક્ટોબર ૧૪ થી ૧૯મી, ૨૦૨૪ દરમિયાન લેવામાં આવશે.તેમ ડો. પી. સિંધુરા અને શ્રીમતી પી. શરાણી, નારાયણ શૈક્ષણિક સંસ્થાઓના નિર્દેશકોએ જણાવ્યું હતું.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
