News of Wednesday, 10th July 2024
રાજય સરકાર દ્વારા એઆઇ કંપની સાથે કરાર
ડિજીટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે હબ બનાવવાની દિશામાં વેગ મળશે

ગાંધીનગરઃ ગાંધીનગરમાં ગુજરાત સરકાર દ્વારા એઆઈ ક્ષેત્રેમાં મહત્ત્વના કરાર કરવામાં આવ્યા છે. તેના લીધે ગુજરાતની પ્રજાની એઆઈ દ્વારા વિવિધ પ્રકારની સગવડો મળશે. અને સામાન્ય જનતાને રોજબરોજ કામમાં ઉપયોગી થશે. ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રેડીનેસ અંગે મહત્ત્વના કરાર કર્યા છે. ગુજરાત સરકાર દ્વારા આઈટી ટોચની કંપની ઈન્ટેલ કોર્પોરેશન સાથે ગુજરાત સરકારે એઆઈ રેડીનેસ અંગે મહત્ત્વના કરાર કર્યા છે. તેની સાથે ડિજિટલ રેડીનેસ પ્રોગ્રામમાં ઉભરતી ટેકનોલોજીના કારણે વિદ્યાર્થીઓને ભણવામાં મદદ થશે, અને વ્યવસાયિકો અને નાગરિકોને પણ ફાયદા થશે. અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ ભણાવવામાં મદદ થશે. આ સાથે ઈન્ટેલ કોર્પોરેશન દ્વારા આ ભાગીદારીથી ગુજરાત સરકારને ડિજિટલ અર્થતંત્રમાં ઈનોવેશન અને ઈન્વેસ્ટમેન્ટ માટે હબ બનાવવાની દિશામાં આગળ વેગ મળશે
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
