News of Wednesday, 10th July 2024
અમદાવાદની સ્વામિનારાયણ સ્કુલમાં લાગી આગઃ કોઇ જાનહાની નથી
શોટસર્કીટના લીધે આગ લાગી હતીઃ સ્કુલ સંચાલકો

અમદાવાદઃ શહેરના મણિનગરમાં સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
અમદાવાદમાં મણિનગર ખાતે આવેલ સ્વામિનારાયણ સ્કૂલમાં કોઇ કારણસર આગ લાગતા સ્કૂલ તરફથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લીધો હતો.
સ્કૂલ દ્વારા જણાવાયું કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી. જ્યારે સ્કૂલમાં આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા. અને પોતાના બાળકોને લેવા માટે સ્કૂલમાં દોડી આવ્યા હતા.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
