<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

ગુજરાતભરમાં ચકચારી બનેલ સુરતના મામલામાં સુરત સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા શંકા આધારે વડોદરા સીપી નરસિંહમાં કોમારનો કોન્‍ટેક્‍ટ કરતા આરોપીને સંકજામાં લેવાયો

સ્‍વામીનારાયણ સંપ્રદાયના સ્‍વામીના નામનો ઉપયોગ કરી એક કરોડથી વધુ રકમની છેતરપીંડી, અંતે આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી લીધો જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિંહ રાઠોડના નેતળત્‍વમાં પીઆઇ આર.જી.જાડેજા, પીઆઇ એચ ડી. તુવરાના નેતળત્‍વમાં પીએસઆઈ આર.એન. બારૈયા ટીમને મોટી સફળતા

રાજકોટ, તા.૧૦: સુરત શહેરના વરાછા પોલીસ મથકમાં નોંધાયેલ  ૧.૩૪ કરોડથી વધુ રકમની ઠગાઈનાં ગુન્‍હાના આરોપી ધરપકડથી બચવા ચો તરફ નાસતા ફરતા હોઈ, બીજી તરફ કોઈ પણ વોન્‍ટેડ આરોપી પોલીસ પકડથી દૂર ન રહેવો જોઈ તેવી સૂચના સાથે વડોદરા સીપી નરસિહમાં કોમાર , જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિંહ રાઠોડ દ્વારા રણનીતિ બનાવી ક્રાઇમ બ્રાંચને વિશેષ જવાબદારી સુપ્રત કરવાના નિર્ણયને સફળતા મળી છે. દરમિયાન સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત પણ આ નાસતા ફરતા આરોપી અંગે વિવિધ શહેરના સીપી, ક્રાઇમ બ્રાંચને સતર્ક કરતા આરોપી ભરત ઉર્ફ દર્શનની ધરપકડ કરવામાં સફળતા મળી છે.

સુરત શહેરના વરાછા પોલીસ સ્‍ટેશનમાં તા.૧૪/૦૫/૨૦૨૪ ના રોજ નોંધાયેલ ઠગાઇના ગુનાના ફરીયાદીએ ફરીયાદ જાહેર કરેલ કે, આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં મોજે આણંદ જીલ્લાના રિંઝા ગામની સીમમાં આવેલ ૭૦૦ વીઘા જેટલી જમીનો સ્‍વામીનારાયણ સંપ્રદાયના મહંત જે.કે.સ્‍વામી ખરીદવા માંગતા હોય મીડીયેટર(મધ્‍યસ્‍થી) તરીકે ઉભા રહી સ્‍વામીજીને જમીનો અપાવવાની અને સોદ્દામાં જે ફાયદો થાય તે સરખે ભાગે વહેચી લેવાના બહાને જમીનમાં મુડીનું રોકાણ કરાવી તે રકમ મેળવ્‍યા બાદ દસ્‍તાવેજ નહીં કરી આપવા અંગેનું સુનીયોજીત કાવતરૂ રચી કાવતરાના ભાગરૂપે સને-૨૦૧૬માં ફરીયાદીને તે જમીન વેંચવા અંગેની વાત કરી ૭૦૦ વીઘા જમીનોની વેચાણ અવેજની રકમ મળે તે મુજબ ખેડુતો પાસેથી જમીનોના દસ્‍તાવેજ કરાવી આપવાની જવાબદારી સ્‍વીકારી એક વીઘાની કિંમત ૧૦ લાખ રૂપીયા હોવાની વાત જે.કે.સ્‍વામીને જણાવી એક વીંઘાનો ભાવ રૂ.૫,૮૦,૦૦૦/માં રાખવાનુ નક્કી કરી વેચાણ કરેલ જમીનના રૂ.૧,૨૦,૭૫,૦૦૦/ તથા જે.કે.સ્‍વામી, સ્‍નેહલભાઇ, વીવેકભાઇ અને દર્શન શાહ નાઓએ રૂ.૫૦ લાખ ફરીયાદી પાસેથી મેળવી બાદમાં જમીનોના વેચાણ દસ્‍તાવેજો નહીં કરી આપી રૂ.૧,૭૦,૭૫,૦૦૦/- પરત નહીં કરી બાદમાં ફરીયાદી તેમની પોલીસ ફરીયાદ કરતા તેઓએ ફરીયાદીને અલગ અલગ રીતે રૂ.૩૬,૭૫,૦૦૦/ આપેલ. તથા બાકીના રૂ.૮૪,૨૫,૦૦૦/- તેમજ સ્‍નેહલભાઇને આપેલ રૂ.૫૦,૦૦,૦૦૦/ મળી કુલ રૂ.૧,૩૪,૨૫૦૦૦/ લેવાના નિકળતા હોય જે આજદીન સુધી ફરીયાદીને પરત નહીં કરી પુર્વ આયોજીત કાવતરાના ભાગ રૂપે ગુનાહીત છેતરપીંડી કરેલ છે.

 ઉપરોક્‍ત ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ પૈકીના આરોપી ભરત ઉર્ફે દર્શન મનજીભાઇ ગઢાદરા રહે. શ્રીહરી કોમ્‍પલેક્ષ આજવા રોડ વડોદરાનો હોય આ આરોપીની સુરત પોલીસ તપાસમાં હોય અને આરોપી અંગે ક્રાઇમ બ્રાન્‍ચને જાણ કરતા ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્‍સ એચ.ડી.તુવરનાઓની દોરવણી હેટળ પો સબ ઇન્‍સ.આર.એન.બારૈયા તથા ટિમે આરોપી અંગે ખાત્રી તપાસ કરી મોડી રાત્રીના સમયે આરોપીના આજવા રોડ ખાતેના સરનામેથી આરોપી ભરત ઉર્ફે દર્શન મનજીભાઇ ગઢાદરાને શોધી કાઢી સુરત પોલીસને વધુ તપાસ માટે સોંપેલ છે.

સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સપેકટર આર.જી.જાડેજા, પોલીસ ઇન્‍સપેકટર એચ.ડી,તુવરનાઓની દોરવણી હેટળ પો સબઇન્‍સપેકટર .આર.એન.બારૈયા, ટિમના ધર્મેદ્રસિંહ, મોહીતરાજસિંહ, મયુરસિંહ, રજનીકાંત, ઉદયસિંહ, રાજદીપસિંહ.

(4:22 PM IST)