News of Wednesday, 10th July 2024
અમદાવાદના એલિસબ્રિજ જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 65 લાખની લૂંટ :સનસનાટી
Apmc માર્કેટમાંથી 65 લાખ લઈને સીજી રોડ ઈસ્કોન આર્કેટમાં આવતા હતા ત્યારે રિક્ષાને આંતરીને લૂંટ : આંખમાં મરચાંની ભૂકી નાખીને રિક્ષામાં બેસેલા બંને માણસોને ઉપર છરી વડે અને એરગન વડે હુમલો કરી લોહીલુહાણ કરી લૂંટી લીધા .

અમદાવાદ : એલિસબ્રિજ જીમખાના નજીક આંગડિયા કર્મી લૂંટાવાની ઘટના બની છે. Apmc માર્કેટમાંથી રૂપિયા 65 લાખ લઈને સીજી રોડ ઈસ્કોન આર્કેટમાં આવી રહ્યા હતા. રિક્ષામાં આવી રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને, બાઈક પર આવેલા બે લૂંટારાઓએ એલિસબ્રિજ જીમખાના નજીક આંતરીને લૂંટ કરવામાં કરી હતી. લૂંટારાઓએ રિક્ષાને રોકીને, આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચુ નાંખ્યુ હતુ. લૂંટારાઓએ એર ફાયરિંગ કર્યુ બાદમાં માથામાં બંદૂક મારી હતી. બન્ને ઘાયલ કર્મચારીને svp હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે
આ અંગે મળતી વિગત મુજબ
શહેરના એલિસબ્રિજ વિસ્તાપરમાં લૂંટનો આ બનાવ બન્યો હતો. જેમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 65 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી.આ બનાવની વિગત મુજબ અમદાવાદના એલિસબ્રિજ જિમખાના પાસે લૂંટની આ ઘટના બની હતી.
જેમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 65 લાખની લૂંટ કરવામાં આવી હતી. લૂંટારાઓએ ઓટોરિક્ષામાં જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને મરચાંની ભૂકી છાંટીને તેમને ધોળે દિવસે લૂંટી લીધો હતો. આર. કાંતિલાલ આંગડિયા પેઢીના માલિક અશોક પટેલનું કહેવું છે કે , આર. કાંતિલાલ આંગડિયા પેઢીના બે માણસ બાબુભાઈ મફતભાઈ પ્રજાપતિ અને મનોજભાઈ બાબુભાઈ પટેલ જમાલપુર એપીએમસીથી 65 લાખ રૂપિયા રિક્ષામાં લઈને અમારી ઓફિસ આર. કાંતિલાલ આંગડિયા ખાતે આવી રહ્યા હતા, દરમિયાન અચાનક જલારામ મંદિરથી આગળ જિમખાનાની સામે બાઈક પર બે શખસ છરી અને એરગન લઈને આવી ગયા હતા.
અશોક પટેલે આગળ જણાવ્યું કે, છરીને આવેલા આ શખ્સોએ રિક્ષા ઉભી રખાવીને આર. કાંતિલાલ આંગડિયા પેઢીના બન્ને માણસની આંખમાં મરચાંની ભૂકી નાખીને રિક્ષામાં બેસેલા બંને માણસોને ઉપર છરી વડે અને એરગન વડે હુમલો કરી લોહીલુહાણ કરી લૂંટી લીધા હતા. અમારા બન્ને કર્મચારી બપોરે એપીએમસીથી નીકળ્યા હતા. ઇસ્કોન આર્કેડ, સીજી રોડ પોતાની આંગડિયા પેઢી તરફ જતી વખતે 3.20 વાગ્યે એલિસબ્રિજ જિમખાના સામે બાઈક ઉપર આવેલા બે શખસે 65 લાખની લૂંટ કરી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
