News of Wednesday, 10th July 2024
મકાઈના લોટમાંથી બનાવ્યું પ્લાસ્ટિક! અમદાવાદ એન્જિનિયરિંગના ત્રણ વિદ્યાર્થીઓની અનેરી સિદ્ધિ
પ્લાસ્ટિક એકદમ નેચરલ: મકાઈનો લોટ, પાણી, ગ્લિસરીન, એસિટિક એસિડ, દિસ્તિલેડ વોટરનો ઉપયોગ

અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ મકાઈના લોટમાંથી પ્લાસ્ટિક બનાવ્યું છે, હાલ બજારમાં પેકેજીંગ મટીરીયલ માટે જે પ્લાસ્ટિક વેચાઈ રહ્યું છે તે વર્ષો સુધી ઓગળતું નથી અને પ્રદૂષણ ફેલાવે છે. જ્યારે મકાઈના લોટમાંથી તૈયાર થયેલું આ પ્લાસ્ટિક એકદમ નેચરલ છે. જે ગણતરીના કલાકોમાં જ ઓગળી જાય છે. એટલે કે મકાઈના લોટમાંથી બનેલું આ પ્લાસ્ટિક બજારમાં આવતા જ ધૂમ મચાવશે અને પ્રદૂષણનો કોઈ ખતરો નહીં રહે.
અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિભાગના પ્રોજેક્ટ એન્ડ ઇનોવેશન લેબના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ મકાઈના સ્ટાર્ચમાંથી પ્લાસ્ટિક તૈયાર કર્યું છે. સામાન્ય રીતે અત્યારે બજારમાં જે પ્લાસ્ટિકની થેલીઓ અને પ્લાસ્ટિક જોવા મળે છે તે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલું આ પ્લાસ્ટિક સો ટકા નેચરલ છે.
મકાઈના સ્ટાર્ચમાંથી તૈયાર થયેલું આ પ્લાસ્ટિક ગણતરીના કલાકોમાં જ પાણીમાં ઓગળી જાય છે. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિભાગના વિદ્યાર્થીઓ ડોડીયા બિપીન વશરામભાઇ, સોની ઋષિ પ્રતિકભાઈ અને મિસ્ત્રી જનીલ મિતેશકુમારે તેમના મેન્ટર ઉર્વીશ સોનીના અંડરમાં આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ માટે મકાઈ નો લોટ, પાણી, ગ્લિસરીન, એસિટિક એસિડ, દિસ્તિલેડ વોટર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલ આ પ્લાસ્ટિકની પ્રોડક્ટ પ્રોટો ટાઈપ બેઝ પર છે તેની ફાઈનલ પ્રોડક્ટ તૈયાર થશે એટલે વધુ ઇફેક્ટિવ રહેશે. મકાઈના લોટમાંથી તૈયાર થયેલ આ પ્લાસ્ટિક પેકેજીંગ મટીરીયલમાં તેને પોલિથીનમાં ઉપયોગ થશે. આ પ્લાસ્ટિક પ્રમાણમાં સસ્તુ પણ તૈયાર થશે.
કે, હાલમાં ચોમાસા દરમિયાન જે રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે. તેમાં ક્યાંકને ક્યાંક પ્લાસ્ટિકની થેલીઓ કે પોલિથીન ડ્રેનેજ લાઈન ચોકઅપ કરી દેતા આ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાતી હોય છે. પરંતુ મકાઈના લોટમાંથી બનેલું આ પ્લાસ્ટિક ગણતરીના કલાકોમાં જ ઓગળી જશે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
